તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મિલ્કતના મામલે કુટુંબીઓ બાખડ્યા પથ્થરમારાે, ગાડીઓના કાચ ફોડ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલ્કતના મામલે કુટુંબીઓ બાખડ્યા પથ્થરમારાે, ગાડીઓના કાચ ફોડ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાનારાધનપુર રોડ પર આવેલી દેવભૂમિ કુટીરમાં મિલ્કત બાબતે કુટુંબીઓ વચ્ચે લાંબા સમયથી મિલ્કત સંબધે ચાલતા વિવાદ વચ્ચે સોમવારે સાંજે 4 થી વધુ વ્યક્તિઓએ પથ્થરમારા વચ્ચે ગાડીઓના કાચ ફોડી મહિલાઓને મારવા લેવાના મામલે તંગદીલી સર્જાઇ હતી.બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

દેવભૂમિ કુટીરમાં રહેતા બાલસીગજી બદાજી ઝાલાને મિલ્કતના મામલે તેમના કુટુબી ભાઇઓ સાથે લાંબા સમયથી ચાલતો વિવાદ કોર્ટમાં પહોચ્યો હતો. જેને પગલે સોમવારે સાંજે બાલસીગજી અને તેમનો પરિવાર ઘરે હાજર હતો તે સમયે અહી આવેલા મદારજી ઝાલા સહિતના વ્યક્તિઓએ અચાનક પથ્થરમારો કરી ધોકા સહિતના હથિયારો સાથે બાલસીગજીના ઘરમાં ઘસી જઇ તોડફોડ કરી હતી.ઉશ્કેરાયેલા શખ્શોએ અહી પડેલી ગાડીના કાચ ફોડીને રોષ ઠાલવ્યો હતો. ઉપરોકત બનાવને પગલે પ્રસરેલી તંગદીલી વચ્ચે લોકો એકઠા થતા હુમલાખોરો નાસી ગયા હતા.જ્યારે ઘટના સ્થળે દોઢ કલાક બાદ પહોચેલી પોલીસને જોઇને સ્થાનીક રહીશોમા રોષ પ્રસર્યો હતો. અંગે બી ડીવીજન પોલીસ મથકમા ગુનો નોધવાની તજવીજ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો