તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં બચતખાતાં ખોલાવા આજથી ઝુંબેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીઅંતર્ગત લોકોની મુશ્કેલીઓ નિવારવા માટે શુક્રવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ખાસ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લામાં સરકારી, ખાનગી અને સહકારી બેન્કોની 355 શાખાઓમાં સ્થાનિક ગ્રાહકોના ખાતા હોય તેમના બચત ખાતા ખોલવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જે મુજબ શનિવારથી જિલ્લામાં ખાસ ડ્રાઇવ કરાશે. જેમાં જિલ્લાના વિવિધ સ્થળોએ કેમ્પ યોજાશે.

કલેકટર આલોક કુમારે જણાવ્યું કે, દૂધ મંડળીઓના સભાસદો, જીઆઇડીસીના કામદારો, નાના કામદારો, મજુરો સહિતના લોકોના ખાતાઓ બાકી હોય તેમના ખાતાઓ ખોલવા તાકીદ કરાઇ હતી. જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય સ્તરે તમામના ખાતાઓ ખુલી જાય તે પ્રકારની વ્યસ્થા કરવા ખાસ સૂચના અપાઇ હતી. જિલ્લામાં શ્રમ અધિકારી, મ્યુનિસિપલ અધિકારી, જિલ્લા ખેત અધિકારી, જિલ્લા રજિસ્ટ્રાર, ઉધોગ અધિકારીને પોતાના ક્ષેત્રના કામદારો, દૂધ ઉત્પાદકો, શ્રમિકો, ખેડૂતો, સહકારી સભાસદો, છુટક મજુરો સહિત જેમના ખાતા બાકી હોય તેઓના ખાતા ખોલવા ખાસ ડ્રાઇવ કરવા સુચના આપી હતી. જિલ્લાના અધિકારીઓ દ્વારા શનિવારથી ડ્રાઇવ કરશે.જિલ્લામાં મિલ્ક ટુ મની, માર્કેટ ટુ મની, વેજીટેબલ ટુ મની સહિતના ખ્યાલ સાથે લોકો કેશલેસના વ્યવહાર અપનાવે તે દિશામાં અધિકારીઓને કામ કરવા સુચના આપી હતી. ઉપરાંત, જિલ્લામાં તમામ બેન્કમિત્રોને પ્રવૃત કરવા, રૂપે કાર્ડની વહેંચણી કરી તેની ક્રિયાશીલ બનાવવા, આધારકાર્ડ અને મોબાઇલ કાર્ડની સીંડીગ કરવા જણાવ્યું હતું.

જિલ્લામાં નાના દુકાનદારો, વેપારીઓ, કિરાણા સ્ટોર્સ, શાકભાજી સહિતના વેપારીઓને પ્રોત્સાહન આપી કેશલેસ વ્યવહાર અપનાવે તે દિશામાં કામ કરવા અપીલ કરાઇ હતી.

બેઠકમાં અધિક કલેકટર રમેશ મેરજા, આસિટન્ટ કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડી.એલ. પરમાર, લીડ બેન્કના મેનેજર સહિત જિલ્લાના પ્રાંત અધિકારી અને લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...