તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • એરોડ્રામ સીલનો મામલો : કારોબારી કમિટીએ પાલિકા પ્રમુખને સત્તા સોંપી

એરોડ્રામ સીલનો મામલો : કારોબારી કમિટીએ પાલિકા પ્રમુખને સત્તા સોંપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીલ ખોલવાના કલેક્ટરના આદેશ વિરુદ્ધ ન્યાય મેળવવા ઉચ્ચ ઓથોરિટીમાં અપીલ કરાશે, સીઓને ક્લીનીચીટ અપાઈ

મહેસાણાએરોડ્રામની કરોડોની વેરા વસૂલાત માટે સીલ કરાયા બાદ કલેક્ટરના આદેશથી ખોલી દેવાતાં વિવાદ સર્જાયો હતો. જે મુદ્દે શુક્રવારે મળેલી કારોબારીની બેઠકમાં ચીફ ઓફિસરને સીલ ખોલી દેવા મામલે ક્લીનચીટ અપાઈ હતી. જ્યારે કલેક્ટરે કરેલા આદેશ સામે લડત આપવા પાલિકા પ્રમુખને સત્તા સોંપાઈ હતી.

મહેસાણાના હાઈવે પર આવેલા એરોડ્રામમાં વર્ષોથી પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચલાવતી એવીએશન કંપનીના રૂ.3 કરોડથી વધુના વેરાની વસૂલાત માટે પાલિકાએ મે મહિનામાં સીલ કરેલી તેની ઓફિસો વગેરેનું સીલ કલેક્ટરના આદેશથી ગત શનિવારે ખોલી દેવાયું હતું. મામલે શુક્રવારે પાલિકાની કારોબારી કમિટીની બેઠક મળી હતી. જેમાં ચીફ ઓફિસર નવનીત પટેલે કલેક્ટરના લેખિત આદેશનું પાલન કરવા સીલ ખોલ્યું હોવા સહિતના રજૂ કરેલા પુરાવાના આધારે તેમને ક્લિનચીટ અપાઈ હતી. જ્યારે કંપનીનો બાકી વેરો વસૂલવાનો છે ત્યારે કલેક્ટરે કરેલા આદેશથી પાલિકાને અન્યાય થયો હોવાનું માની ન્યાય મેળવવા વકીલ રોકી ઉચ્ચ ઓથોરિટીમાં અપીલ કરવા સહિતની કાર્યવાહી કરવા માટે પાલિકા પ્રમુખને સત્તા સોંપવાનો ઠરાવ કરાયો હતો. કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ તથા સભ્ય રમેશભાઈ ભુરીએ જણાવ્યું હતું કે, કલેક્ટરે જે જજમેન્ટ આપ્યું છે તેનાથી નારાજ થઈને તેમનાથી ઉપરી ઓથોરિટીમાં અપીલ કરવા માટે પ્રમુખને સત્તા સોંપતો ઠરાવ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...