બે આખલા ગટરમાં પડ્યા બે કલાકે બહાર કઢાયા
મહેસાણાનીશહેરની નાગલપુર કોલેજ આગળ મંગળવારે બપોરે 2 વાગ્યાના સુમારે બે આખલા બાખડતાં વિસ્તારને માથે લેતા હાઇવે પરથી પસાર થતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
બંંને આખલા બાખડતાં-બાખડતાં રોડની બાજુમાં ચોમાસાને લઇ સાફ-સફાઇ માટે ખુલ્લી કરાયેલી ગટરની કુંડીમાં ખાબક્યા હતા. જેને લઇ સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્યાં દોડી આવી બંને આખલાને ગટરની કુંડીમાંથી બહાર કાઢવા મથામણ કરવા લાગ્યા હતા. દરમ્યાન સ્થાનિક નગરસેવક વિષ્ણુભાઇ પટેલને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ બંને આખલાઓને ગટરની કુંડીમાંથી બહાર કાઢવા ક્રેઇન બોલાવી લીધી હતી. બે કલાકની જહેમત બાદ આખરે બંને આખલાને હેમખેમ કુંડીમાંથી બહાર નિકળતા હાજર સૌ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી બાજુ આવી બીજી કોઇ દુર્ઘટના ઘટે તે માટે તાત્કાલીક ધોરણે ગટરની કુંડીનું ઢાંકણું બંધ કરાવી દીધુ હતું.