પ્રમુખ ડો.ધિરેન શાહને બેસ્ટ પ્રેસીડેન્ટ એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર.આઇ.ડિસ્ટ્રીક્ટ 3051 દ્વારા તા.25 જૂન ને રવિવારના રોજ માંડવી કચ્છ ખાતે સમાપન 3051 ના આભાર દર્શન કાર્યક્રમમાં રોટરી ક્લબ, મહેસાણાની 2016-2017 ના વર્ષ દરમિયાન કરેલ ઉચ્ચ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી.આ અંતર્ગત ક્લબને બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ અને ડિસ્ટ્રીક્ટ ગવર્નર સાઇટેનશન એવોર્ડ, પ્રમુખ ડો. ધિરેન શાહને બેસ્ટ પ્રેસીડેન્ટ એવોર્ડ, ડો.જી.કે.પટેલને બાગમલ બક્ષી એવોર્ડ તેમજ ક્લબને પબ્લિક ઇમેજ, ઇન્ટરેક્ટ પ્રવૃત્તિ, જી એસ આર વગેરે સર્વિસ એવોર્ડ સહિત કુલ 10 એવોર્ડ્ઝ ગવર્નર દિનેશ ઠક્કર ના વરદ્ હસ્તે પ્રમુખ ડો. ધિરેન શાહ અને તેમની ટીમને એનાયત કરવામાં આવ્યા હતા. પ્રસંગે પ્રમુખ ડો.ધિરેન શાહ, વાઇસ પ્રેસીડેન્ટ વિનોદ મલિક, જોઇન્ટ સેક્રેટરી પંકજ શાહ, ડી.જી. ઇ., મૌલિન પટેલ, વિનેશ ભાટિયા, અમીત પંડ્યા, મયંક કોઠારી સહિત રોટરીયન્સ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...