ટીકીટ મશીનમાં 500,1000ના દરની નોટો સ્વિકારાતી નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણારેલવે સ્ટેશન પર ટીકીટ બારી પર રદ થયેલી રૂ 1000ના દરની નોટ સ્વિકારવા રેલવે વિભાગે પરીપત્ર જારી કર્યો છે જ્યારે અત્રે મુ઼કેલા ટીકીટ મશીનમાં તો રદ થયેલી રૂ 500,1000ના દરની નોટ નહી નાખવા સ્પષ્ટતા કરી દેવાઇ છે.જોકે, મશીનમા મરાઠી ભાષામાં લખાણ હોવાથી કેટલાક મુસાફરોની ભુલથી રદ થયેલી નોટો મશીનમા જતી રહ્યાના કિસ્સા પ્રકાશમા આવ્યા છે.

મહેસાણા રેલવે સ્ટેશન પર રદ થયેલી રૂ 500ની નોટ ચલાવવામા આવે છે પરંતુ તેના છુટ્ટાની રામાયણને કારણે મુસાફરો અને ટીકીટ બારી પર બેઠેલા કર્મચારી વચ્ચે દિવસભર થતી બોલાચાલી સામાન્ય હતી.જ્યારે રેલવે વિભાગે રૂ 1000ના દરની નોટ સ્વિકારવા જારી કરેલા પરીપત્રને પગલે તે લેવાતા મુસાફરોમા કચવાટ સર્જાયો છે.

જ્યારે બીજીબાજુ અત્રે મુંકાયેલા ટીકીટ મશીનમા રદ થયેલી બન્ને નોટો નાખવા સ્પષ્ટતા કરી હોવા છતા કેટલાક મુસાફરોએ રૂ 500,1000ના દરની નોટો નાખતા ફસાયા જેવો ઘાટ ઘડાયો છે.

જેમા મુસાફરોના કહેવા મુજબ મશીનમા મરાઠી ભાષામા લખાણ હોઇ સમજવામા પડતી મુશકેલીને કારણે મુસાફરોને ભુલ થાય છે.

અન્ય સમાચારો પણ છે...