તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા : ઋષિનગર સોસાયટીમાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત

મહેસાણા : ઋષિનગર સોસાયટીમાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાલાખવડ રોડ પર આવેલી ઋષિનગર સોસાયટીમાં પાણી અપૂરતું અને અનિયમિત આવતું હોઈ રહીશો પાણી વગર ટળવળી રહ્યાં છે. અનેક રજૂઆતો બાદ પણ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતાં હોવાનો રોષ રહીશોમાં પ્રવર્તી રહ્યો છે.

સોસાયટીના પ્રમુખ પુનમચંદ સોલંકીએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં ઢાળ હોવાથી નીચાણવાળા લોકોને પાણી મળે છે તો અડધા લોકોને નથી મળતું. આખા શહેરમાં બે વખત પાણી મળે છે જ્યારે અમને એક સમય પણ નિયમિત નથી આપતા. અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં નથી લેવાતાં. છેલ્લા એક અઠવાડિયાથી મુશ્કેલી વધી હોઈ રહીશો ત્રાહિમામ પોકારી ગયાં છે. પાલિકાની વોટરવર્ક્સ શાખાના એન્ડિનિયરે જણાવ્યું હતું કે, પરામાંથી નેળિયામાં થઈને જતી પાઈપલાઈનમાં છેલ્લા સોસાયટી છે એટલે પૂરતા દબાણથી પાણી નથી પહોંચતું.

અન્ય સમાચારો પણ છે...