• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પાલિકાની સભામાં કામ નક્કી થયા પ્રમાણે ઠરાવો ન લખાતા હોવાનો આક્ષેપ

પાલિકાની સભામાં કામ નક્કી થયા પ્રમાણે ઠરાવો ન લખાતા હોવાનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્મચારીઓનું આઉટ શોર્સિગથી ભરતીમાં શોષણ ન થાય તે માટે 11 માસના કરારથી ભરતી કરવાનું 29 જાન્યુઆરીને મળેલ સામાન્ય સભામાં નક્કિ કરાયુ હતુ. પરંતુ આ કામનો ઠરાવ તે પ્રમાણે ન કરતા આઉટ શોર્સિગથી સફાઇ કામદારોની ભરતી કરવાનો ઠરાવ કરાયો હોવાનો નગરપાલિકા કારોબારી ચેરમેને આક્ષેપ કૌશિકભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો.

મહેસાણા નગરપાલિકાના કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસે જણાવ્યુ હતું કે, નગર પાલિકાને સભામાં કામ નક્કી થાય તે પ્રમાણે ઠરાવ લખાવો જોઇએ પરંતુ તેમ થતુ નથી. સફાઇ કામદારોનું શોષણ ન થાય તે માટે 11 માસના કરારથી ભરતી કરવાનું બધાએ ચર્ચામાં સહમતી દર્શાવી હતી.

પરંતુ નગરપાલિકા કોન્ટ્રાક્ટ રાહે સફાઇ કામદારો રાખશે તેવો ઠરાવ કરાયો છે. ટ્રેકટર ટીપરની ખરીદી પ્રક્રિયાની ચર્ચામાં પણ સભામાં નક્કી થયા મુજબ અમલમાં મુકવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...