તમામ વીજ સબ ડિવિઝનમાં LED બલ્બનું વિતરણ શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ઉજાલાયોજના અંતર્ગત મહેસાણા જિલ્લાના તમામ વીજ સબ ડિવિઝન પરથી એલઇડી બલ્બનું વિતરણ શરૂ કરાયું છે. એલઇડી બ્લબ ખરીદવા છેલ્લા લાઇટબિલની ઓરીજનલ તેમજ...અનુસંધાન પાન-8

ઝેરોક્ષનકલ તેમજ ફોટો આઇડી હોવું જરૂરી છે. પુરાવા સાથે હોય તો રૂ.85ની કિંમતે હપ્તા પદ્ધતિથી તેમજ રોકડથી રૂ.80માં 10 બલ્બ ખરીદી શકાય છે. પુરાવા વગર પણ બલ્બ ખરીદી શકાય છે. રૂ.90ની કિંમતે ગમે તેટલા બલ્બ ગ્રાહક ખરીદી શકે છે.આ યોજના ઘર વપરાશના ગ્રાહકો માટે છે. જેમાં માસિક 9 હપ્તામાં તેમજ દ્વિ-માસિક પાંચ હપ્તામાં બલ્બની કિંમત વસુલ કરાશે. બલ્બની ત્રણ વર્ષની વોરંટી હોઇ સમયગાળામાં બગડી જાય તો બદલી આપવામાં આવશે. 09 વોટના બલ્બની ઊર્જાદક્ષતા 88 ટકા તેમજ તેનું અપેક્ષિત આયુષ્ય 10 વર્ષનું છે. બલ્બના ઉપયોગથી વીજ બિલમાં વાર્ષિક રૂ.336ની બચત થઇ શકે છે તેમ વીજકંપની કહે છે. વધુ માહિતી માટે નજીકના વીજ વિતરણ કેન્દ્ર પર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...