• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં સમકાલીન ચિત્રકળા અને ગુજરાત વિશે પરિસંવાદ યોજાયો

મહેસાણામાં સમકાલીન ચિત્રકળા અને ગુજરાત વિશે પરિસંવાદ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ન્યુ પ્રોગ્રેસિવ આર્ટસ કોલેજમાં આનર્ત આર્ટ એસોસિયેશન કલાકારોના સાન્નિધ્યમાં બે દિવસીય કલા પરિસંવાદ યોજાયો હતો. જેમાં ઉદ્દઘાટક રાજુભાઇ પરમાર, અધ્યાપક નારણભાઇ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી અતિથિ વિશેષ જ્યોતિષ જોષી, કલા વિવેચક ન્યૂ દિલ્હીના અતિથી રમેશભાઇ મેરજા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અમૃતભાઇ પટેલ, ચિત્રકાર હરિભાઇ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ તેમજ ચિત્રકાર વૃંદાવન સોલંકીએ પોતાની કળા વિભાવના અને પોતાના સર્જન કાર્ય વિશે સ્લાઇડ શો સાથે વાર્તાલાપ કર્યો હતો.

તેમજ ડો જયેન્દ્ર શેખડીવાળા, જ્યોતિષ જોષી, અમિતાબ મડિયા, નિસર્ગ આહિર વગેરે જેવા મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન કનુ પટેલે કર્યું હતું જ્યારે આભાર વિધિ હરિભાઇ પટેલે કરી હતી. આ પ્રસંગે વિનાયક રાવલ અભિજિત વ્યાસ, ભગિની સંસ્થાઓના આચાર્યો, સેક્રેટરી બુસુમાર કર્વે, આનર્ત આર્ટ એસોસિયેશનના રિકેશ ગુર્જર, મહેન્દ્રભાઇ પ્રજાપતિ અને કોલેજના અધ્યાપકો, ઉદય કુમાર તેમજ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મહેસાણાની નયૂ પ્રોગ્રેસીવ કોલેજમાં પરિ સંવાદ યોજાયો

અન્ય સમાચારો પણ છે...