તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંઘણજ પાસે ટેન્કરની ટક્કરે અેકનંુ મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંઘણજનજીક મુલસણ રોડ પર ગત બુધવારે રાત્રિના 9વાગ્યા દરમ્યાન બાઇક ચાલકને ટક્કર મારી અજાણ્યો ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો. ગંભીર ઇજાને પગલે બાઇકચાલક અને સાહેદને સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ સારવાર દરમ્યાન સાહેદનુ મોત નિપજ્યુ હતુ.

માણસાના પારસા ગામના પટેલ અલ્પેશભાઇ અમૃતભાઇ અને મનોજભાઇ રમેશભાઇ પટેલ બાઇક પર મુલસણ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી અજાણ્યા ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી હતી. એક્સિડન્ટને કારણે બંને વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ સારવાર દરમ્યાન પટેલ મનોજભાઇ રમેશભાઇનુ મોત નિપજ્યુ હતંુ.

અન્ય સમાચારો પણ છે...