તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • કાગળ પર પ્લોટો બતાવીને પિતા, પુત્ર અને પુત્રવધુ ચૂનો ચોપડી ગયા

કાગળ પર પ્લોટો બતાવીને પિતા, પુત્ર અને પુત્રવધુ ચૂનો ચોપડી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6વર્ષ પૂર્વે ગાંધીનગરમાં કાગળ પર પ્લોટોની સ્કીમ બતાવી રૂ 40 લાખ પડાવી છેતરપીડી આચરનાર અમદાવાદના પિતા,પુત્ર અને પુત્રવધુ વિરૂધ્ધ શહેર ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોધાયો છે.

મહેસાણામા હરીનગર સોસાયટીમા રહેતા રમણલાલ પરષોતમદાસ પટેલને અમદાવાદના દિલીપભાઇ ઇશ્વરભાઇ મિસ્ત્રીઅે ગાંધીનગરમાં બનાવેલી સ્કીમમાં પ્લોટ પાડવાની વાત કરી હતી.જેમાં તેમને પુત્ર દિપેન અને પુત્રવધુ પાયલ સાથે મળીને સ્કીમ સંબધે નકશો અને બ્રોસર બતાવી 9 થી 26 ડિસેમ્બર 2010 દરમિયાન સમ્યાંતરે દિલીપભાઇ મિસ્ત્રી અને પરિવારજનો રૂ 40 લાખ પડાવી ગયા હતા. છેતરાયાનો અહેસાસ થતા રમણલાલે શહેર બી ડીવીજન પોલીસ મથકમાં પિતા, પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...