તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • લાયન્સ હોસ્પિટલમાં પરિજનોએ મધરાતે યુવકનાે મૃતદેહ સ્વીકાર્યો

લાયન્સ હોસ્પિટલમાં પરિજનોએ મધરાતે યુવકનાે મૃતદેહ સ્વીકાર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારયુવાનના મૃત્યુ કેસમાં લાયન્સ સત્તાવાળાઓ અને પોલીસની સમજાવટને અંતે પરિવારે મધરાત્રે લાશ સ્વિકારવાનો નિર્ણય લીધો હતો.

ઇજાગ્રસ્ત પારસાના મનોજ પટેલનું હોસ્પિટલની બેદરકારી આક્ષેપને લઇ પરિવારે મોડીરાત સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર કરતા મામલો ગરમાયો હતો.જેમાં લાયન્સ સત્તાવાળાઓએ ડીવાયએસપી ગઢીયાને બોલાવી સંબધે ચર્ચા કરી હતી. પુન: હોસ્પિટલમા આવેલા પરિવાર સમક્ષ હોસ્પિટલના સત્તાવાળાઓએ ઇન્કવાયરી સોંપી સપ્તાહમાં રિપોર્ટ કરવા અને તેમા જવાબદાર ઠરનાર ર્ડોકટર,સ્ટાફ વિરૂધ્ધ પગલા ભરવાનો નિર્ણય લેવાયો હતો.જેને પગલે પરિવારે મધરાત્રે 3.30 કલાકે લાશ સ્વિકારતા રાહતનો દમ લીધો હતો.

પેનલ તબીબની મદદથી પીએમ કરાયું : પોલીસ

મૃતકનુંપેનલ તબીબની મદદથી પોસમાર્ટમ કરાવ્યું હતું.હાલમાં અરજીને આધારે તપાસ ચાલી રહી છે અને જરૂરી પેપર્સ અને હોસ્પિટલના સીસી કેમેરાના ફુટેજની માંગણી કરી છે.સિવિલ સર્જન પાસે કેસ સ્ટડી કરાવી જરૂરી નિર્ણય લેવાશે. >એન.જી.ખટાણા,પીઆઇ

જવાબદારો વિરૂધ્ધ પગલાં લેવાશે : હોસ્પિટલ સંચાલક

યુવાનનામૃત્યુ માટે જે પણ જવાબદાર હોય તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમે પરિવારને જણાવેલ છે અને અમે પણ કેસમા ઇન્કવાયરી કરી જરૂરી પગલા ભરીશું. >ર્ડો. ધરમસિંહ રબારી, સંચાલક

અન્ય સમાચારો પણ છે...