પડતર પ્રશ્નોનો ત્રીજા દિવસે નિર્ણય નહી આવતાં 108 ના કર્મીઓની હડતાળ ચાલુ
પડતરમાગણીઓના મુદ્દે 3 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા 108ના કર્મચારીઓએ જ્યાં સુધી માગણીઓ નહી સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો હુંકાર કર્યો છે,108ના સંચાલક દ્વારા સમાધાનના કોઇ પ્રયાસ કરાયા નથી.
જીવીકીના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઇને અગાઉ હડતાળ પાડી હતી.જેમાં સરકાર મધ્યસ્થી બની તમામ પડતર માગણીઓના નિરાકરણની બાહેધરી આપી હતી.પરંતુ લાંબો સમય થવા છતા કોઇ નિર્ણય લેવાતાં મહેસાણા જિલ્લાના 30થી વધુ 108ના કર્મચારીઓએ ભૂખ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. ભૂખ હડતાળનો ગુરૂવારે ત્રીજો દિવસ હોવા છતા 108ના સંચાલકો દ્વારા સમાધાનનો કોઇ માર્ગ અપનાવતા તર્કવિતર્કો સર્જાયા છે.108ના પાયલોટ દિનેશ રબારીએ કહ્યું કે, સરકારની મધ્યસ્થી અગાઉ કરેલુ આંદોલન સમેટાયુ હતુ પરંતુ લીધેલા નિર્ણયોનું અમલીકરણ ના થતા ફરી ભૂખ હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો છે.જ્યા સુધી નિર્ણય નહી આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.