• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ખેડૂતોને બીજા વીજજોડાણની જાહેરાત પણ હજુ 47 હજાર અરજીઓ પડતર છે

ખેડૂતોને બીજા વીજજોડાણની જાહેરાત પણ હજુ 47 હજાર અરજીઓ પડતર છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર વર્ષે સરેરાશ 15થી 20 હજાર અરજીઓ નવીન વીજજોડાણની આવે છે

ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના ખેડૂતોએ વર્ષ 2012થી વીજ જોડાણ લેવા માટે અરજીઓ કરી હતી જે આજેય પેન્ડીંગ છે

રાજ્યસરકારે ખેડૂતોને પોતાના એક સર્વે નંબરવાળા ખેતર ઉપર વિજળીનુ બીજુ કનેક્શન આપવાની જાહેરાત કરી છે પરંતુ ઉત્તર ગુજરાત વિજકંપની પાસે હજુ આજે પણ 47હજારથી વધુ અરજીઓ પડતર છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના ખેડૂતોએ વર્ષ 2012થી વિજ જોડાણ લેવા અરજી કરેલી છે જે આજે પણ પડતર છે.

ખેડૂતોને વિજજોડાણ બાબતે રાજ્ય સરકારે કહ્યુ છે કે એક ખેડૂત પાસે જો 16 વીઘાથી વધુ જમીન હોય અને પિયત માટે વિજળીની વધુ માંગણી હોય તો બીજુ વિજજોડાણ આપવામા આવશે, પરંતુ આજની તારીખે ઉ.ગુ વિજકંપની પાસે વર્ષ2012થી2016 દરમ્યાન મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના પાંચેય જિલ્લાના કુલ 47577 ખેડૂતોની વિજજોડાણની અરજી પડતર છે. દર વર્ષે સરેરાશ 15થી20હજાર અરજીઓ વધી રહી છે જ્યારે વિજકંપની દર વર્ષે સરેરાશ 25થી30 હજાર ખેડૂતોને વિજજોડાણ આપી રહી છે હિસાબે પડતર અરજીનો નિકાલ અને નવી અરજીની માંગણી જોતા તમામને વિજળી આપતા કેટલાક વર્ષો નિકળી જશે. વીજકંપનીને અગાઉ 15હજાર અરજીનો નિકાલ કરવાનો ટાર્ગેટ હતો જે તાજેતરમા વધારી આપવામા આવ્યો છે.

વર્ષ 2017માં માત્ર 2016 અરજીઓ પડતર

કૃષિવિજ જોડાણના એક્ઝિક્યુટીવ એન્જિનિયર ગાંધીએ જણાવ્યુ હતુ કે, અગાઉના વર્ષોએ ઉત્તર ગુજરાતનો કેટલાક ભાગ ડાર્કઝોનમા હતો એટલે અરજીનો નિકાલ થઇ શક્યો નહોતો પરંતુ હવે ઝડપથી અરજીનો નિકાલ કરવાનો હોવાથી વર્ષ 2017મા માત્ર 2016માં અરજીઓ પડતર હશે.

અન્ય સમાચારો પણ છે...