તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 હજાર વાહનો HSRP વગર ફરી રહ્યાં છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઈસિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાવવામાં વાહનચાલકોની ઉદાસિનતાના પગલે મહેસાણા આરટીઓમાં હાલમાં 6 હજારથી વધુ નંબર પ્લેટો ધૂળ ખાઈ રહી છે અને વાહનો HSRP વગર ફરી રહ્યાં છે. નવા વાહનનની ખરીદી સાથે HSRP લગાવીને વાહનોની ડિલિવરીના નિર્ણયનો અમલ થાય તો સમસ્યા હળવી થઈ શકે.

અઢી વર્ષથી મહેસાણા આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન થતાં વાહનોમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવાનું ફરજીયાત કરાયું છે. જો કે, વાહનચાલકો નંબર પ્લેટનાં નાણાં ભર્યા બાદ પણ HSRP લગાવવા આવતા હોઈ આવી નંબર પ્લેટો કચેરીમાં પડી રહે છે.જો કે, કચેરી દ્વારા એક વર્ષથી HSRP લગાવેલી હોય તેવાં વાહનો ટ્રાન્સફર, સીપીઆઈ સર્ટી, ફીટનેસ સર્ટી, એચપી કેન્સલ કે અન્ય કોઈ કામગીરી માટે આવે તો ફરજીયાત HSRP લગાવ્યા બાદ કામ કરી આપવાનો નિર્ણય કરાયો છે. છતાં આરટીઓમાં 6 હજારથી વધુ નંબરપ્લેટો ધૂળ ખાઈ રહી છે.

નવા વાહનોને શોરૂમમાંથી ડિલિવરી આપતી વખતે રજીસ્ટ્રેશન નંબર ફાળવી દઈને HSRP લગાવ્યા બાદ ડિલિવરી આપવાનો નિર્ણય લેવાયો છે. ઈન્ચાર્જ આરટીઓ રાણાએ નિયમને આવકારતાં જણાવ્યું હતું કે, નિયમથી સમસ્યા હલ થઈ જશે પરંતુ હજુ સુધી તેનો અમલ કરવા અંગેનો કોઈ પરિપત્ર મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...