• Gujarati News
  • ત્રણ જિલ્લાની પોલીસ નિષ્ફળ , પાટણ પોલીસે 2 વર્ષ અગાઉનો કેસ ઉકેલ્યો

ત્રણ જિલ્લાની પોલીસ નિષ્ફળ , પાટણ પોલીસે 2 વર્ષ અગાઉનો કેસ ઉકેલ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરતાલુકાના ખીમાણા ગામની સગીરાનુ઼ રાજસ્થાનના એક શખ્સ દ્વારા બે વર્ષ અગાઉ અપહરણ કરાયુ હતું જેની તપાસમાં બનાસકાંઠા,મહેસાણા અને અરવલ્લી એમ ત્રણ જિલ્લાની પોલીસ સફળ થઇ નહોતી ત્યારે ગાંધીનગર ડીજીપીના આદેશથી પાટણ પોલીસે ગણતરીના દિવસોમાં જોધપુરથી સગીરા અને અપહરણકર્તાને ઝડપી લીધા હતા.

ખીમાણા ગામની એક સગીરાને તેના ગામમાં વાસણ વેહેંચવાનો ધંધો કરતો રાજસ્થાનના ભીનમાળ તાલુકાના જુતરા ગામનો રમેશ નજીભાઇ પ્રજાપતિ બે વર્ષ અગાઉ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો.

અંગે તેણીની માતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા ત્યાંના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી હતી. તેઓ સફળ થતા તપાસ મહેસાણાના ડીવાયએસપીને અપાઇ હતી. તેમની બદલી થતા અરવલ્લીના ડીવાયએસપીરાઠોડને તપાસ અપાઇ હતી. ત્યાર બાદ પાટણના ડીવાયએસપી અર્પિતા પટેલને સોપાઇ હતી જેમણે બંને ને ગણતરીના દિવસોમાંજ મોબાઇલ કોલ ડીટેઇલ આધારે જોધપુરથી શોધી લેવાયા હતા.

પોલીસે સગીરાનો કબજો તેના પરિવારજનોને સોપી દીધો હતોજ્યારે પકડાયેલ શખ્સ રમેશ પ્રજાપતિ સામે ગુનો નોંધીને પાલનપુર સ્પેશ્યલ કોર્ટમાં મોકલી આપ્યો હતો.