• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ટીડીઓ દ્વારા સરપંચ અને તલાટીને બજેટ બેઠક યોજવા સુચના અપાઇ

ટીડીઓ દ્વારા સરપંચ અને તલાટીને બજેટ બેઠક યોજવા સુચના અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાની પાંચોટ ગ્રામપંચાયતમાં માર્ચ મહિના સુધીમાં બજેટ મંજૂર કરવુ જરૂરી હોઇ સદસ્યોની રજુઆતના પગલે ટીડીઓ દ્વારા સરપંચ અને તલાટીને બજેટ બેઠક યોજવા સુચના આપવામાં આવી હતી.આ ઉપરાંત સદસ્યોએ કોર્ટમાં દાદ માગતા બજેટ બેઠક બોલાવવા અંગે હુકમ કરાયો હોવાનું સુત્રોએ જણાવ્યુ હતું.

દરમ્યાન સરંપચ દ્વારા 31મી માર્ચે બપોરે 1 વાગ્યે ગ્રામપંચાયત સભ્યોની મીટીગ યોજવાનો એજન્ડા બજાવવામાં આવ્યો છે.એજન્ડામાં ગામના અન્ય કેટલાક કામો પણ સૂચવવામાં આવ્યા છે.અવિશ્વાસ પ્રસ્તાવ મામલે બેઠક યોજાઇ પણ હવે બજેટને લઇને ગ્રામપંચાયતની બેઠકમાં કશ્મકશ જામવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

પાંચોટમાં નવ સદસ્યો દ્વારા સરંપચ વિરુધ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ અંગે રજુઆતો કરાઇ હતી. જોકે એક યા બીજા કારણસર આગળ ધરી સરંપચ દ્વારા બેઠક બોલાવવાની રહેતી નથી તેવા જવાબો રજુ કરાયા હતા.

ઉપસરંપચ લલીતભાઇ પટેલ સહિત નવ સભ્યોએ બજેટ બાબતે બેઠક યોજવા ટીડીઓને રજુઆત કરી હતી. જેમાં 31 માર્ચ પહેલા બજેટ મંજૂર કરી તાલુકા પંચાયત ખાતે રીપોર્ટ રજુ કરવા સુચવાયુ હતુ.
અન્ય સમાચારો પણ છે...