તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ટપકતું પાણી બચાવવા અનોખુ અભિયાન 20 દિવસમાં 125 નળ રિપેર કરી દીધા !

ટપકતું પાણી બચાવવા અનોખુ અભિયાન 20 દિવસમાં 125 નળ રિપેર કરી દીધા !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણક્ષેત્રેજોડાયેલા મહેસાણાના યુવાને પાણી બચાવો ,જીવન બચાવવાના સુત્રને સાર્થક કરવાની મથામણમાં ટપકતા નળ સ્વખર્ચે રિપેર કરવાનું અભિયાન છેડ્યું છે. છેલ્લા 20 દિવસમાં તેણે 125 ઘરોમાં ટપકતા નળ રિપેર કરી પાણીનું મહત્વ સમજાવ્યું છે. ટપકતા નળમાંથી વહેતા પાણીના વ્યયની બનાવેલી ફિલ્મ પ્રોજેકટર પર બતાવીને પાણીનું મહત્વ સમજાવી રહ્યા છે.

મહેસાણાના સીઆરસી કો-ઓડિટર અને શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા રજનીભાઇ કે.પટેલે પોતાના ઘરમાં નળ લીકેજનું રીપેરીંગ માટે અનેક વખત બોલાવવા છતા પ્લમ્બર આવતા ઉભી થયેલી મુશ્કેલી અન્યોને પણ સહન કરવી પડતી હશે તેવા વિચારે તેમને અભિયાન સાથે જોડી દીધા હતા.પ્રથમ શરૂઆત તેમને પોતાની શાહીબાગ સોસાયટીથી કરી હતી.

તેમના શબ્દોમાં કહીએ તો નળમાંથી પાણી ટપકતું હોય તો લોકો આખેઆખો નળ બદલી નાખે છે પરંતુ સ્પીન્ડર કે રીંગ બદલવામા આવે તો નાણા અને પાણીનો વ્યય અટકાવી શકાય છે.

નળ રિપેરીગ બાદ રહીશો કહે છે...

{ અમને શરમ આવી કે અમારૂ કામ અમારે કરવુ જોઇએ તે કામ તેમણે કર્યુ.પાણીના એક એક ટીપાની કિંમત સમજાઇ છે. > જયપ્રકાશ સથવારા (શાહીબાગ ટાઉનશીપ)

{ રૂ 5નું વાઇસર બદલવાથી પાણી બચી શકે તે સમજાયું. અમે તો રૂ 500નો ખર્ચ કરીને આખો નળ બદલતા હતાં. >કાન્તાબેન પટેલ

{આપણા ટપકતા નળ કોઇ આવીને રીપેર કરી જાય અને તે પણ એક પણ પૈસા લીધા વિના તે ખરેખર પ્રશંસાપાત્ર ગણાય.મારા ઘરે પણ નળમાંથી પાણી ટપકતુ હતું, પ્લમ્બરને ફોન કરવા છતા આવ્યો નહી.આ સંજોગોમા રજનીભાઇએ સાથે લાવેલા પ્લમ્બરની મદદથી સમસ્યાનું સમાધાન કરી આપ્યું. >પિયુશભાઇ દવે (સરકારી વકીલ)

} રીતે પાણી બચાવાય

1 ટપકતા નળનું રિપેરીગ કે નળ બદલીને.

2. સાવર(ફુવારા)થી સ્નાન જરૂર પુરતુ કરવુ.

3.બ્રશ કે દાઢી વખતે નળ ચાલુ રાખો.

4.આરો મશીનની વેસ્ટ વોટર પાઇપ અંડર ગ્રાઉન્ડ ટાંકી,ડોલ કે બગીચામાં મુકો.

5.બગીચામા કે છોડવામા સવારે કે સાંજે જરૂરીયાત મુજબના પાણીનો છંટકાવ કરવો.

6.વોશીગ મશીનમાં પુરતા જથ્થામા કપડા હોય ત્યારે ઉપયોગ કરવો.

7.પોતું કરેલા પાણીનો ઉપયોગ બગીચામાં કરવો.

8.કપડા કે વાસણ માંજતી વખતે સતત નળ ચાલુ રાખો.

અન્ય સમાચારો પણ છે...