• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ભાદરવામાં મેહુલિયાએ રાજ્યને ઘમરોળ્યું, સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ

ભાદરવામાં મેહુલિયાએ રાજ્યને ઘમરોળ્યું, સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ-પૂર્વમધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં અપર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે રવિવારે સમગ્ર રાજ્યમાં મેઘો મંડાયો હતો. અમરેલી જિલ્લામાં 2 થી 7 ઈંચ, સોરઠમાં 1થી 5 ઈંચ તો અન્ય વિસ્તારોમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ગીર-સોમનાથનાં કોડીનાર 5, ઉના 4, વેરાવળ3.5, તાલાલા 3, સુત્રાપાડા 4, જૂનાગઢનાં ભેંસાણ, જૂનાગઢ, બાંટવામાં 3, માળિયામાં 3.5, મેંદરડા- માણાવદર 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં 1, અમરેલી 6, રાજુલા-જાફરાબાદ5, લીલીયા 4, વડીયા- લાઠી-બગસરા 4.5, સાવરકુંડલા 3, ખાંભા-ધારી 2.5ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર અને ઘોઘા 3.5, સિહોર 3, ઉમરાળા 2.5, મહુવા, વલ્લભીપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો.

રાજકોટ જિલ્લામાં પાટણવાવના ઓસમ ડૂંગર પર 5 ઈંચ અને જેતપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ઉપલેટા, ગોંડલ, જસદણ, ધોરાજી,આટકોટ અને કલાણામાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં રવિવારે વલસાડ, વાપી, બારડોલી, નવસારી અને સુરત શહેર-જિલ્લામાં અડધોથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદે પધરામણી કરતાં 1 ઈંચ જેટલો પડ્યો હતો.

કામનાથ ડેમ, અમરેલી

સાપુતારા

અમરેલી

વડોદરા

રાજુલા

અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો હતો અને ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો હતો. બીજીબાજુ સાપુતારામાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

વડોદરા |વડોદરામાં રવિવારે સવારથી વરસાદ શરૂ થઈ ગયો હતો. સાંજ સુધી પડેલા વરસાદના કારણે માંડવી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમરેલી 6 ઈંચ, કોડીનાર, રાજુલા 5 ઈંચ, જેતપુર 4.5 ઈંચ, ઉના 4 ઈંચ

અન્ય સમાચારો પણ છે...