• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • નાગલપુર તળાવ ઓવરફ્લો થતા લોકોએ જીઆઇડીસીનો રોડ તોડી પાણીનો માર્ગ કર્યો

નાગલપુર તળાવ ઓવરફ્લો થતા લોકોએ જીઆઇડીસીનો રોડ તોડી પાણીનો માર્ગ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણશહેરમાં સવારે સાંબલાધાર વરસાદથી નાગલપુર હાઇવેની સોસાયટીઓના ધસમસતા પાણીના વહેણથી તળાળ ઓવરફ્લો થતા રહિશોના જીવ અધ્ધર થયા હતા અને પાણી બેક મારતા હાઇવેની બંન્ને સાઇડ પાણી ભરાઇ ગયુ હતું.લોકોએ નીલકંઠ મહાદેવ મંદીર સામેથી જીઆઇડીસી ગેટ 2 તરફનો રોડ ત્રણ ફુટ તોડીને તળાવના પાણીને ખારીનદીમાં જવાનો માર્ગ કર્યો હતો. વાહન,રાહદારીઓ માટે માર્ગ બંધ થયો હતો.વોર્ડ 8ના કોર્પોરેટર હરેશભાઇ દેસાઇ સહિત ગામના લોકોએ જહેમત કરીને માર્ગ કર્યો હતો. રહિશોએ જણાવ્યુ હતું કે, તળાવથી નદી સાઇડ બનાવેલ રોડમાં નાળુ બનાવતા પાણી નાગલપુર હાઇવે, ગામ તરફ બેક મારતુ હતુ , એટલે રોડ તોડવાની નોબત આવી હતી.

સહજાનંદસોસાયટી પાસે મહિના પહેલા બનેલ રોડ તોડી પાણી કાઢ્યુ :

નાગલપુરહાઇવેથી સહજાનંદ સાસાયટી તરફનો રોડ પાણી નિકાલમાં આડસરૂપ બન્યો હતો.પાણીના વહેણમાં રોડનું નાળુ ઉચાઇમાં હોવાથી પાણી અવરોધાતુ હોઇ ખાનગી રોડ જેસીબીથી તોડી પાણી નીકાલ કરાયો હતો.નજીકમાં નવો રોડ બની ગયો હોઇ અગાઉનો અવરોધક રોડ દૂર કરીને પાણીનો માર્ગ કરાયો હોવાનું રહિશોએ જણાવ્યુ હતું.



સબરી સ્કુલ નજીક 20 પરિવારના છાપરા પાણીમાં તરબોળ :

નાગલપુર તળાવ ઓવરફ્લો થતા પાણીનું વહેણ હાઇવેની બંન્ને સાઇડની નિચાણમાં આવેલ વાલ્મિકીના 10,10 છાપરા વિસ્તારમાં ફરી વળ્યુ હતું.જેમાં શબરી વિદ્યાલય પાસેના 10 છાપરા પાણી ભરાયા હતા.સોમાભાઇ વાલ્મીકીએ કહ્યુ કે,બીજે આશરો નથી,ક્યા જઇએ, પાણી ઓસરે તેની રાહ જોઇ રહ્યા છીએ.

તંત્રની રાહ દેખતા એક ભાઇએ રસ્તામાં બે ખાડા આસપાસ આડશ મૂકી તકેદારી સૂચવી :

નાગલપુર હાઇવે નિલકંઠ મંદીર નજીક રોડ સાઇડમાં અંડરગ્રાઉન્ડ લાઇન ચેમ્બર ખુલ્લી તેમજ રોડ વચ્ચે ખાડો હતો . બપોરે સોમનાથ બંગ્લોઝના અમૃતભાઇ પટેલ રોડ પર વોકિગ કરવા નિકળ્યા તેમની નજર પડી અને બંન્ને જગ્યાએ પથ્થર, ઝાડીની આડસ મૂકી વાહનચચાલકો માટે જોખમ સૂચક જગ્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...