• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઉનાવામાં દવાખાના સાથે 3 દુકાનો તોડનાર ચોર ઝડપાયો

ઉનાવામાં દવાખાના સાથે 3 દુકાનો તોડનાર ચોર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉનાવામાં ર્ડોકટરનું દવાખાનાની સાથે 2 દુકાનો તોડનાર ચોર મહેસાણા પેરોલ ફર્લો સ્કોડના હાથમા આવી ગયો હતો. ઝડપાયેલા ચોરે ચોરીમાં ગયેલ રૂ.34 હજાર જુગારમાં હારી ગયાની અને દુકાન તોડવામાં માટે ઉપયોગમા લીધેલ કોસ ગામના તળાવમા ફેંક્યાની કબુલાત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ચાર દિવસ પૂર્વે રાત્રી સમયે ઉનાવાગામના મુખ્ય બજારમા આવેલ દવાખાનાની સાથો સાથ મેડિકલ સ્ટોર અને પાન પાર્લરમા ચોરી થઇ હતી.ઉનાવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંર્તગત તપાસ દરમિયાન મહેસાણા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ એમ.ડી.ચંપાવત, એએસઆઇ જહીરખાન, હેકો.ભરતભાઇ, પોકો.મલયભાઇ, શૈલેશભાઇ, આશારામે શંકાના આધારે ઝડપાયેલા ઉનાવાના જુબેરમીયા બસીરમીયા સૈયદે પુછપરછ દરમિયાન ઉપરોકત ચોરીની કબુલાત કરી હતી.જેમા તેને ચોરીમા ઉપ્યોગમા લીધેલી કોસ ગામના તળાવમા ફેંકી હોવાનું અને ચોરી કરેલ રૂ 34હજાર જુગારમા હારી ગયાની કબુલાત કરી હતી.ઝડપાયેલા ચોરને ઉનાવા પોલીસને સોંપયો હતો.

અન્ય સમાચારો પણ છે...