અમદાવાદ |અમદાવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |પવિત્ર શ્રાવણ મહિનામાં લોકો શિવજીને ગંગાજળથી અભિષેક કરી શકાય તે માટે પોસ્ટ વિભાગ દ્વારા શહેરની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં 200 મિલીલિટર અને 500 મિલીલિટરની બોટલમાં ગંગાજળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જેમાં ગંગોત્રીથી એકત્ર કરેલ 200 મિલીની બોટલ 25 રૂપિયા તેમજ 500 મિલીની બોટલ 35 રૂપિયામાં તેમજ ઋષિકેશથી એકત્ર કરેલ 200 મિલીની બોટલ 15 રૂપિયા અને 500 મિલીની બોટલ 22 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


અમદાવાદ |અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શહેરમાં આવેલ શાળાઓ તા.27 જુલાઈએ બંધ રાખી હતી અને તા. 28 જુલાઈ શુક્રવારે પણ બંધ રહેશે. શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાથી અમદાવાદ શહેર અને જિલ્લા વહીવટીતંત્ર સાથે થયેલ પરામર્શ બાદ મ્યુનિ. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંગે વાલીઓને પણ જાણ કરાશે. જે કર્મચારી ફરજ પર હાજર થઈ શકે તેમ હોય તેમણે મુખ્ય શિક્ષક અથવા વડા અધિકારીને જાણ કરવાની રહેશે. શાળાના વર્ગ, લોબી, દાદર, સેનિટેશન બ્લોક ભયજનક હોય તો તે અંગે સલામતીના પગલાંરૂપે જગ્યાને કોર્ડન કરીને સ્કૂલ બોર્ડ અને કોર્પોરેશનની ઝોનલ ઓફિસને જાણ કરવાની રહેશે.

રેલવે| ટ્રેક ધોવાતાં બે દિવસ 20થી વધુ ટ્રેન રદ, કેટલીક ટ્રેન અટકાવાઈ

આર્કિટેક્ચર| રજિસ્ટ્રેશન-ડોક્યુમેન્ટ વેરિફિકેશન હવે 29 જુલાઈ સુધી

તકેદારી| અમદાવાદ જિલ્લામાંથી બે દિવસમાં 7 હજારનું સ્થળાંતર

ફેરફાર| ભારે વરસાદને કારણે મેડિકલ-ડેન્ટલની પરીક્ષા મોકૂફ

અગમચેતી| પાણી ભરાતાં અનેક વિસ્તારની મ્યુનિ. સ્કૂલો બંધ રહી

નિર્ણય| રિવરફ્રન્ટનો વોક વે હજુ પાંચ-છ દિવસ બંધ રહેશે

શ્રાવણ | શહેરની તમામ પોસ્ટ ઓફિસ ગંગાજળનું વેચાણ કરશે

અન્ય સમાચારો પણ છે...