23 હજારથી વધુ મહિલાઓને સાક્ષરતાના પાઠ ભણાવાય છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં અત્યાર સુધીમાં 89234 પૈકી 53185ને પ્રેરકોએ ભણાવી પરીક્ષા લીધી ,હજુ 36 હજારથી વધુની પરીક્ષા બાકી

સ્ત્રીસશક્તિકરણ થકી મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા અનેકવિધ પ્રયાસો વચ્ચે બુધવારે રંગેચંગે મહિલા દિવસ ઉજવાઇ ગયો પણ હજુ અભણ ,નિરક્ષરતા પૂર્ણતયા દૂર થવાનું નામ લેતુ નથી.સરકાર દ્વારા અભણને સાક્ષર બનાવવા નિરતંર શિક્ષણના વર્ગો ચલાવાઇ રહ્યા છે.જેમાં વર્ષ 2012થી સરસ્વતી યાત્રા પ્રોજેક્ટમાં પંચવર્ષિય યોજના અમલી કરી નોધાયેલ તમામ નિરક્ષરોને વર્ષ 2017 સુધીમાં સાક્ષર બનાવવાનો લક્ષાંક નિર્ધાર કરેલો છે પરંતુ મહેસાણા જિલ્લામાં હજુ 23 હજારથી વધુ નિરક્ષર મહિલા પ્રેરક શિક્ષણના વર્ગમાં વાંચન ,ગણન, લેખનના અક્ષરજ્ઞાનના પાઠ ભણી રહી છે.અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 89345 નિરક્ષરો પૈકી 53185 નવસાક્ષરોની નિરતંર શિક્ષણ હેઠળ પરીક્ષા લઇને ધો 3 સમકક્ષ ગ્રેડમાં પરીણામ આપવામાં આવ્યુ છે. જયારે હજુ 36 હજારથી વધુને પરીક્ષામાં આવરી લેવાના બાકી રહ્યા છે.જે પૈકી વર્ગોમાં નવસાક્ષર કરાયેલ 16હજાર લાભાર્થીઓની ચાલુવર્ષના ચાલુ અતિમ માર્ચ મહિનામાં પરીક્ષા લેવાનું આયોજન કરાઇ રહ્યુ છે.

વર્ષ 2010ના અરસામાં પ્રત્યેક ગામડાઓમાં નિરક્ષરોનો સર્વે કરીને યાદી તૈયારી કરાઇ હતી.જેમાં મહેસાણા જિલ્લામાં 89 હજાર નિરક્ષરોને સાક્ષર બનાવવા અમલી પ્રોજેક્ટમાં ગ્રામ્યકક્ષાએ માસીક રૂા.બે હજાર ,તાલુકાકક્ષાએ રૂા.ત્રણ હજાર અને જિલ્લાકક્ષાએ રૂા.પાંચ હજારમાં પ્રેરકની નિમણૂકો કરીને પ્રોજેકટ હેઠળ વર્ગો ચાલી રહ્યા છે.જેમાં ગામડાઓમાં નિરક્ષરોની અનુકુળતામાં 10,10ના ગૃપમાં પંચાયતઘર,શાળા કે ખેતરવાડાની જગ્યાએ પ્રાથમીક શિક્ષણ બાદ તેમની રાજ્યકક્ષા આયોજીત 150 માર્કસની લેખિત પરીક્ષા લઇ સ્ટેટલીટરસી મિશન ઓથોરીટી દ્વારા લેખન, વાંચન અને ગણનમાં એ, બી કે સી ગ્રેસ સાથે પ્રમાણપત્ર આપવામાં આવે છે.

નિરક્ષર નાગરીકોને વર્ષ 2017 સુધી શિક્ષણ આપી સાક્ષર કરવાનું આયોજન કરી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. અત્યારસુધીમાં આઠ પરીક્ષામાં કુલ 62224 સ્ત્રી પૈકી 23879 અને કુલ 27121 પુરુષ પૈકી 14840 નવસાક્ષરની પરીક્ષા આપી છે.હજુ 36160 જેટલા નિરક્ષરો વર્ગમાં અક્ષરજ્ઞાનના પાઠ ભળી રહ્યા છે. નિરતર શિક્ષણ કચેરીના સુત્રોઅે જણાવ્યુ હતું કે, વડી કચેરીની સુચનાથી મહિનામાં 16050 ની આગામી 19મીએ પરીક્ષા લેવાનું આયોજન છે. ગત ઓગસ્ટમાં 14400 નવ સાક્ષરોએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...