• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પાંચોટ સર્કલ પાસેથી ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરો ઝડપાયા

પાંચોટ સર્કલ પાસેથી ઓવરલોડ રેતી ભરેલા ત્રણ ડમ્પરો ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાપાંચોટ સર્કલ પાસેથી ઓવરલોડ રેતી ભરી જઇ રહેલા ત્રણ ડમ્પરો પકડાતા ત્રણેયને કલેક્ટર કચેરીએ લાવી મૂકી દેવાયા હતાં.

પાંચોટ સર્કલથી અમદાવાદ રેતીનો ઓવરલોડ જથ્થો ભરી જતા ત્રણ ડમ્પરોને સાંજે 6વાગ્યાના સુમારે ખાણ ખનીજના સુપરવાઇઝરની ટીમે તપાસ અર્થે રોક્યા હતા. તપાસ કરતા રોયલ્ટી પાસ ધરાવતા હતા પરંતુ ચોક્કસ જથ્થાની સરેેરાશ 20થી21 ટન વધુ રેતી હોવાથી ખાણ ખનીજના નિયમોનુસાર ત્રણેય ડમ્પરોને દંડાત્મક કાર્યવાહી કરવા કલેક્ટર કચેરીએ લાવી સીલ કરી દેવામા આવ્યા હતા. એકાદ બે દિવસમા એક ટને રૂ.2500નો દંડ લઇ ડમ્પર છૂટી શકવાનુ પણ ખાણ ખનીજ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...