તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહીદોના બાળકોને ગણપત યુનિ. મફત શિક્ષણ આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ગણપતયુનિવર્સિટીમાં 26 સપ્ટેમ્બરે ઉરીમાં આતંકીઓની ક્રૂરતાનો ભોગ બનેલા 18 શહીદોને પૂષ્પો સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી.તેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત તમામ સંલગ્ન કોલેજોના આચાર્યો, વિભાગીય વડાઓ,પ્રાધ્યાપકો, સ્ટાફ અને રજિસ્ટ્રાર ડૉ.અમીત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અા અવસરે ગણપત યુનિવર્સિટીના મુખ્ય દાતા ગણપતભાઈ પટેલે ઉરીના શહીદોને વિશેષ અંજલિ રૂપે એવી જાહેરાત કરી હતી કે ઉરીમાં શહીદ થયેલા શહીદોના તમામ બાળકોને ગણપત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં મફત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી હતી.જેને ગણપત યુનિ.ના પ્રેસિડેન્ટ અનિલભાઈ પટેલે બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...