તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઊંચીશેરીમાં પાણીની લાઈન નાખવામાં ગેરરીતિની રજૂઆત

ઊંચીશેરીમાં પાણીની લાઈન નાખવામાં ગેરરીતિની રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનગરપાલિકા દ્વારા શહેરની ઊંચીશેરીમાં તાજેતરમાં પીવાના પાણીની નવી પીવીસી લાઈન નાખવાની કરેલી કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સાથે સ્થાનિક રહીશે કામગીરીની તપાસ કરવા પાલિકામાં રજૂઆત કરી છે.

કસ્બા નજીકના ઊંચીશેરી વિસ્તારમાં નાખેલી પીવાના પાણીની જૂની પાઈપલાઈન ખરાબ થઈ ગઈ હોઈ પાલિકા દ્વારા અહીં નવી લાઈન નાખવાની કામગીરી તાજેતરમાં કરાઈ હતી. 90 મિમિ વ્યાસની 220 મીટર જેટલી પીવીસી પાઈપલાઈન નાખવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ઊંડાઈના બદલે પાઈપ ઊંચી નાખી હોવાની તેમજ બિલમાં ઊંડાઈ ખોટી દર્શાવી હોવાની રજૂઆત સ્થાનિક રહીશ કલ્પેશ વ્યાસે કરી છે. કામગીરી સમયે કરેલી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સાથે તેમણે કોન્ટ્રાક્ટર અને કર્મચારીની મિલીભગતથી ગેરરીતિ આચરાઈ હોવાની આશંકા દર્શાવી તપાસની માગણી કરી છે.

બાબતે પાલિકાના એન્જિનયરે જણાવ્યું હતું કે, જૂની લાઈન શોષકૂવા અને ગટરની કુંડીઓમાંથી પસાર થતી હોઈ ગંદા પાણીની સમસ્યા થતી હતી. નવી લાઈન નાખતી વખતે શોષકૂવા અને કુંડીઓ હોય ત્યાં લાઈન ઊંચી લેવાઈ છે. વધુ ઊંડી લાઈન નાખી હોય એટલે એવરેજ ઊંડાઈ ગણીને બિલ બનાવાયું છે, કોઈ ગેરરીતિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...