તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં ડેન્ગ્યૂ પોઝિટિવના 8 કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંડેન્ગ્યૂ પોઝિટિવના કુલ 8 કેસ નોંધાયા છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ માને છે કે, ગત મહિનો અને સપ્તાહની તુલનામાં શંકાસ્પદ ડેન્ગ્યૂના કેસ વધુ છે. આરોગ્ય વિભાગે ડેન્ગ્યૂ શંકાસ્પદ કેસો જણાય તે ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરી છે.

મહેસાણા સહિત જિલ્લામાં ડેન્ગ્યૂએ માથુ ઉંચક્યું છે ત્યારે શહેરના 3 દવાખાનામાં 8 દર્દીઓ ડેન્ગ્યૂની સારવાર લઇ રહ્યા છે. જેમાં મહેસાણાના ચોકસી એશોસીયેશનના પૂર્વ પ્રમુખ ખોડભાઇ પ્રજાપતિને તાજેતરમાં તાવ અને માથુ દુ:ખાવાની ફરિયાદ ઉઠતાં ખાનગી દવાખાનામાં કરાવેલા ટેસ્ટમાં ડેન્ગ્યૂ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. જિલ્લા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર પટેલે જણાવ્યું કે, ગયા મહિના અને સપ્તાહની તુલનામાં શંકાસ્પદ કેસો વધુ છે.

સપ્તાહમાં 12 કેસ

શંકાસ્પદ કેસો જણાય તે સ્થળ અને ગામમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ ટીમ દ્વારા સર્વે કરી પોરાનાશક કામગીરી હાથ ધરી છે .

આરોગ્ય વિભાગના મતે ડેન્ગ્યૂના કેસ શંકાસ્પદ, પોરાનાશક કામગીરી

ડેન્ગ્યૂ પોઝિટિવની સારવાર લઇ રહેલા દર્દીઓ

સંદિપ પ્રવિણભાઇ પટેલ (19) રહે.મહેસાણા

કાર્તિક અંબાલાલ પટેલ (18) રહે.મહેસાણા

કિશન સુરેશભાઇ પટેલ (21 ) રહે.કરણપુરા

સંદિપ નાથાલાલ પટેલ (29) રહે.મહેસાણા

અમીત કમલભાઇ પટેલ (30) રહે.જોટાણા

જસ્મીન હસમુખ પટેલ (30) પાલનપુર

મહેશજી સોમાજી ઠાકોર (32) રહે. પાલાવાસણા

અન્ય સમાચારો પણ છે...