તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા પોલીસની ‘ચાંદની’નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજિલ્લા પોલીસમાંથી 5 વર્ષ પૂર્વે નિવૃત થયેલી ચાંદની (ઘોડી)નું 25 વર્ષની ઉંમરે બીમારીથી મૃત્યુ થયું હતું. અંગે ડિવિજન પોલીસે જાણવા જોગ નોંધ કરી છે.

મહેસાણા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત માઉન્ટેડ શાખામાં માત્ર 8 વર્ષની ઉંમરે આવેલી ચાંદની (ઘોડી) વર્ષ 2011માં પોલીસ વિભાગમાંથી નિવૃત થઇ હતી. 25 વર્ષની ચાંદનીની તાજેતરમાં તબિયત લથડી હતી અને મંગળવારે વહેલી સવારે 5 કલાકે તેનું મૃત્યુ થયું હતું. ચાંદનીના મૃત્યુ સંબંધે ડિવિજન પોલીસ મથકમાં માઉન્ટેડ શાખાના પીએસઆઇએ જાણવા જોગ નોંધ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...