• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • શહેરમાં વરસાદ બંધ થતાંની સાથે રિપેરિંગ કરાવીશું : રેલવે અધિકારી

શહેરમાં વરસાદ બંધ થતાંની સાથે રિપેરિંગ કરાવીશું : રેલવે અધિકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસોમનાથ રોડ પાસે આવેલા આબેડકર ઓવરબ્રીજ વરસાદને કારણે ધોવાઇ ગયો છે.અહી રેલવેએ બનાવેલા અડધા કિલોમીટરના બ્રીજમા મોટા ગાબડાતો ઠીક લોખંડની ખીલાસળીયો બહાર આવી જતા પ્રમાણમા સાંકડા કહી શકાય તેવા બ્રીજ

છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે આબેડકર ઓવરબ્રીજ પર રેલવેએ બનાવેલા અડધો કિલોમીટરના ઓવરબ્રીજ પર 35થી વધુ નાના-મોટા ગાબડા તો પડ્યા છે પરંતુ અહી કેટલીક જગ્યાએ રોડ પરની ખીલાસળી બહાર આવી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવતો રહે છે.પોલીસના કહેવા મુજબ અહી રોજના 3થી વધુ નાના-મોટા અકસ્માતો થતા રહે છે ત્યારે માત્ર 3 વર્ષમાં જર્જરીત હાલતમા મુંકાયેલા ઓવરબ્રીજના સમારકામની માંગણી ઉઠવા પામી છે.આ અંગે રેલવેના માર્ગ અને મકાન વિભાગના અધિકારી યુનુસખાને જણાવ્યું હતું કે,બ્રીજ પર રીપેરીંગ માટે સૂંચના અપાઇ છે.વરસાદને કારણે હાલમા કામ થઇ શક્યું નથી.અહી ટ્રાફિક હેવી હોવાના કારણે રિપેરીગ કરેલુ કામ પણ ઉખડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...