• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાનો ગાયત્રી મંદિર રોડ ધોવાયો : ઠેર ઠેર ખાડા પડ્યાં

મહેસાણાનો ગાયત્રી મંદિર રોડ ધોવાયો : ઠેર-ઠેર ખાડા પડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાતાલુકાના ગોરાદ ગામના 25 ફુટ ઉડા તળાવમાં બુધવારે બપોરે ડુબી ગયેલ યુવાનને ત્રણ દિવસથી મહેસાણા, ડિઝાસ્ટરના 35 માણસોની ટીમ શોધખોળ કરી રહી હતી. દરમ્યાન 44 કલાક બાદ શુક્રવારે સવારે 10.30 વાગ્યાના અરસામાં યુવાનનો મૃતદેહ પાણીમાં બહાર દેખાયો હતો.જેને બહાર કાઢીને જરૂરી કાર્યવાહી બાદ મૃતકની લાશ પરિવારજનોને સોપાઇ હતી.

ગોરાદ ગામમાં રહેતા 26વર્ષીય યુવાન રોહિતભાઇ રમેશભાઇ પટેલ ગામના તળાવમાં ડુબી જતા મહેસાણા પાલીકા અને ડિઝાસ્ટરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી હતી. તળાવમાં પાણી ઉડાણમાં હોઇ શુક્રવારે સવારે બોરમાં ઉતારવાના કેમેરા તળાવમાં ઉતારીને શોધખોળ શરૂ કરાઇ રહી હતી. દરમ્યાન તળાવમાં જે ભાગે યુવાન રોહિત ડુબ્યો હતો ત્યાં નજીકમાંથી તેનો મૃતદેહ આપોઆપ બહાર આવ્યો હતો.તરત તરવૈયાઓ દ્વારા મૃતક યુવાનને બહાર કાઢવામાં આવ્યો હોવાનું ગ્રા.પં. અને તાલુકા પંચાયતના સુત્રોએ જણાવ્યુ હતું.

મહેસાણા શહેરના ગાયત્રી મંદિર રોડ પર સતત પડી રહેલા વરસાદના પગલે રોડ ધોવાઇ ગયો હતો. જેના કારણે રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હેરાનગીનો સામનો કરવો પડી રહ્યો છે. -તસવીર-પ્રમોદશાહ

અન્ય સમાચારો પણ છે...