પાલાવાસણા પંચાયત પ્રથમ વાર મહિલાઓના હવાલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાતાલુકાના પાલાવાસણા ગામમાં વર્ષો બાદ સમરસ પંચાયત બની છે અને પણ પ્રથમવાર આખી બોડી મહિલા સમરસ બનતાં ગ્રામજનોએ શોભાયાત્રા કાઢી સરપંચ અને સભ્યોને વધાવ્યા હતા.

મહેસાણા નજીકના પાલાવાસણા ગામમાં વર્ષો પહેલાં એક વખત સમરસ પંચાયત બની હતી પરંતું છેલ્લી કેટલીક ટર્મથી ચૂંટણી થતી હતી. જો કે, વખતે પ્રથમ વખત ગ્રામજનોના પ્રયાસથી સમરસ પંચાયત બની છે અને પણ મહિલા સમરસ પંચાયત. ગત ટર્મમમાં પ્રથમ મહિલા સરપંચ તરીકે આશાબેન પટેલ (મટીબેન) ચૂંટાઈ આવ્યાં હતાં તેમને વખતે ફરીથી સરપંચ તરીકે બિનહરીફ પસંદ કરવામાં આવ્યાં છે. તેમની સાથે સદસ્યો તરીકે પણ 10 મહિલાઓને બિનહરીફ પસંદ કરવામાં આવી છે. પંચાયતની આખી બોડીમાં એક મહિલા મણીબેન દેસાઈની ઉંમર 65 વર્ષ છે. ગામની એક 20 વર્ષિય દીકરી હેમાંગિની પ્રજાપતિનો પણ સદસ્યોમાં સમાવેશ પણ થાય છે. ઉલ્લેખનિય છે કે, હેમાંગિની હેન્ડબોલ સ્પર્ધામાં નેશનલ કક્ષાની સ્પર્ધામાં વિજેતા બની ચૂકી છે. સિવાયના તમામ મહિલા સદસ્યો 30થી 40 વર્ષની છે. એટલે કે, યુવા મહિલાઓના હાથમાં ગામનું સૂકાન સોંપાયું છે.

અન્ય સમાચારો પણ છે...