Home » Uttar Gujarat » Latest News » Mehsana » ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ ખાલી પણ થાય : સ્વામી

ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ ખાલી પણ થાય : સ્વામી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:20 AM

ભાસ્કર િવશેષ | મહેસાણા BAPS સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોએ પાણી બચાવવા સંકલ્પ લીધા

 • ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ ખાલી પણ થાય : સ્વામી
  મહેસાણાના રાધનપુર ચાર રસ્તા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રનિવારે ચૈત્રી પૂનમના ઉત્સવે ગાંધીનગર અક્ષરધામથી પધારેલા મહંત આનંદસ્વરૂપ સ્વામીએ હનુમાનજીના પ્રાગટ્ય દિવસ અને તેમના જીવન-કવનનું વર્ણન હરિભક્તોને પ્રેરક દ્રષ્ટાંતો સાથે કર્યું હતું. સાથે હરિભક્તોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞામાં નિયમ લઉં છું કે હું પાણી બચાવીશ અને સમાજને આદર્શ દષ્ટાંત પૂરું પાડી ભગવાનને રાજી કરીશ શ્રી સ્વામિનારાયણની જયના સંકલ્પ જમણો હાથ ઊંચો કરીને લીધા હતા.

  ચૈત્રી પૂનમ હનુમાનજીના પ્રાગટ્ય દિને ભગવાન રામચંદ્રજીની પત્નિવ્રતાની ભક્તિ કરી તેવા ઞુણો આપણા જીવનમાં ઉતારવા શીખ આપી હતી. હનુમાનજીએ પ્રભુ રામચંદ્રની આજ્ઞાનું પાલન કરી રાજીપો કરાવ્યો એમ આપણે ગુરુને રાજી કરવાના હોય છે. હનુમાનજીએ બ્રહ્મચર્યવ્રતનું પાલન કર્યું, જીવનમાં પ્રભુના સદગુણોને ઉતારવા હાકલ કરી હતી. અત્રે ઉપસ્થિત હરિભક્તોને ચૈત્રી પૂનમના વિશેષ મહત્વ સાથે-સાથે આનંદ સ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, દિવ્ય ભાસ્કર પાણી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે. પ્રમુખસ્વામી પણ પાણી બચાવો પર ભાર મૂકતા હતા. સંસ્થાના આર્ટ્સ સંસ્કૃત કેન્દ્ર ખાતે સંતોની મળેલી બેઠકમાં પણ પાણી બચાવો અંગે વિચાર વિમર્શ કરાયો હતો.

  હરિભક્તો અહીં એકત્ર થયા છે એ સૌને વિનંતી કરવાની કે નળ ટપકતાં બંધ કરી દેવા. ટપકતા નળમાંથી એક સેકન્ડમાં એક ટીપું પાણી પડે આ રીતે મહિના સુધી ટપકે તો 1000 લિટર પાણી આપણે ગટરમાં નાખીએ છીએ. મુંબઈમાં એક વ્યક્તિએ 2007થી 2018 સુધી પાણી બચાવવા ભગીરથ કાર્ય કર્યું, જેમને અમિતાભ બચ્ચને 11 લાખનું દાન આપ્યું છે તેવા દ્રષ્ટાંત સાથે મહંતે કહ્યું કે, જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે એમ ખાલી પણ થાય છે.

  એટલે આપણે પાણી બચાવીએ. અત્રે અમૃતપુરુષ સ્વામીએ દિવ્ય ભાસ્કરના અભિયાનની વાત કરીને હરિભક્તોને જમણો હાથ ઊંચો કરાવી હું પાણી બચાવીશ અને સમાજને આદર્શ દષ્ટાંત પૂરું પાડીશ એવા સંકલ્પ લેવડાવ્યા હતા. કોઠારી કરુણામૂતિ સ્વામી સહિત સ્વામીએ હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.

  હરિભક્તોએ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞામાં પાણી બચાવવાના સંકલ્પ લીધા હતા.તસવીર ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ