ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ યથાવત, તાપમાન 40 ડિગ્રી

5 દિવસ પારો 41 ડિગ્રીની આસપાસ રહેશે ડીસામાં ગરમીથી આધેડ ઢળી પડ્યો

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:20 AM
ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ યથાવત, તાપમાન 40 ડિગ્રી
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંતથી હિટ વેવની સ્થિતિ સર્જાતા જનજીવન ત્રાહિમામ્ પોકારી ઉઠ્યું છે. ગરમીનો પારો 43.4 ડિગ્રીને પણ આંબી ગયું હતું. શનિવારે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરિણામે અંગ દઝાડતી ગરમીના કારણે બપોરે બજારના માર્ગો સુમસામ ભાસી રહ્યા હતા.ત્યારે ડીસામાં ગરમીના કારણે એક વ્યક્તિ ઢળી પડ્યો હતો.જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી 5 દિવસ સુધી ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેશે.

શનિવારે ગરમીનો પારો 41.0 ડિગ્રી નોંધાયો હતો. ત્યારે હજુ આગામી બે દિવસ સુધી ગરમી 40 ડિગ્રી કરતા વધારે રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. કાળઝાળ ગરમીની અસરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે. ડીસામાં શુક્રવારે હાઇવે પર એક આધેડ વ્યક્તિને ગરમીના કારણે ચક્કર આવી જતા તે પડી ગયા હતા. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બાદમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઇડરમાં બે દિવસ પહેલા રેકર્ડ ગરમીનો પારો નોંધાયા બાદ શુક્રવારે ભેજનુ પ્રમાણ વધતા દિવસના તાપમાનમાં ઘટાડો થયો હતો. બાદ શનિવારે એક ડિગ્રીનો ઘટાડો થતાં ઇડર સહિત મોડાસામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયુ. જે નોર્મલ કરતાં 3 ડિગ્રી વધુ હતું. છેલ્લા બે દિવસથી સવારનું લઘુત્તમ તાપમાન સતત વધી રહ્યુ છે. શનિવારે નોર્મલ કરતા 4 ડિગ્રી વધુ એટલે કે, 26.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયંુ હતુ. ઉ. ગુ.માં યલો એલર્ટ થતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.હજુ ગરમી વધવાની શક્યતા સેવાઈ રહી છે.

X
ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ યથાવત, તાપમાન 40 ડિગ્રી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App