બહુચરાજીમાં ચૈત્રી પૂનમના લોકમેળામાં ભક્તિનો ઉમંગ છવાયો

10 લાખ ભક્તો 3 દિવસમાં મેળામાં પધાર્યા તીર્થધામ બહુચરાજીમાં શનિવારે જ્યાં નજર કરો ત્યાં બસ માનાં ભક્તો જ નજરે...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:20 AM
બહુચરાજીમાં ચૈત્રી પૂનમના લોકમેળામાં ભક્તિનો ઉમંગ છવાયો
10 લાખ ભક્તો 3 દિવસમાં મેળામાં પધાર્યા

તીર્થધામ બહુચરાજીમાં શનિવારે જ્યાં નજર કરો ત્યાં બસ માનાં ભક્તો જ નજરે ચડતાં હતાં. 40 ડિગ્રી ગરમી છતાં કોઇનાયે ચહેરા પર તાપનો સંતાપ વર્તાતો ન હતો. અરે વર્તાય પણ શાનોω આજે તો મા બહુચરનો પ્રાગટ્ય દિવસ હતો. દૂર દૂરથી પગપાળા કે સંઘો લઇને માના દર્શન કરવા આવ્યાં હતાં. હાથમાં લાલચટ્ટાક ધજા અને રથને ખેંચીને આવતાં ભક્તોના ચહેરા માઇધામમાં પહોંચતાં જ મલકાઇ ઊઠતા હતા. એમાંય મંદિરમાં સુવર્ણ સિંહાસને બિરાજમાન ત્રિભુવનનાં દેવી મા બહુચરને નજરો નજર જોયા પછી તો પૂછવું જ શુંω ભાવવિભોર બની માને કાલાંવાલાં કરતાં જોઇ સૌની આંખો ભીની થઇ જતી. અહીં કેટલાય જોડલાં ખોળો ખુંદનાર મળ્યાની ખુશીમાં માથે ફૂલોના ગરબા લઇને આવ્યાં હતાં. તો કોઇ શેર માટીની ખોટ પૂરી કરવા માના પાયલાગણ કરવા પહોંચ્યાં હતાં. કેટલાય ભક્તો એવા પણ હતા કે જેમણે માની સામે ખોળો પાથરી કહ્યું, હે મા, આ વખતે તો સખેદખે આવી ગયાં, પણ વરસો વરસ તારાં દર્શન કરવાની ઇચ્છા પૂરી કરવા પગમાં હામ પૂરતાં રહેજો તેવી આજીજી પણ વ્યક્ત કરી હતી. તો ભક્તો દ્વારા વારે વારે ઉચ્ચારાતાં બોલ માડી બહુચર જય જય બહુચરના જયનાદથી મંદિર સતત ગૂંજતું રહ્યું હતું. તસવીર - હર્ષ મહેતા

350 થી વધુ પગપાળા સંઘો આવ્યા

500 થી વધુ ધજાઓ શિખરે ચડાવાઇ

32000 લોકોએ ભોજનપ્રસાદનો લાભ લીધો

45 કલાક મંદિર દર્શન માટે સતત ખુલ્લુ રખાયું

X
બહુચરાજીમાં ચૈત્રી પૂનમના લોકમેળામાં ભક્તિનો ઉમંગ છવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App