બસ સળગાવવાના કેસમાં રાજપુરના 7 જણાની ધરપકડ

પદ્માવત ફિલ્મના વિરોધ મામલે કાર્યવાહી

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:20 AM
બસ સળગાવવાના કેસમાં રાજપુરના 7 જણાની ધરપકડ
પદ્માવત ફિલ્મના વિરોધમાં કડીના રાજપુર નજીક એસટી બસમાં તોડફોડ કરી સળગાવવાના કેસમાં નંદાસણ પોલીસે 7 વ્યક્તિઓની હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતના ગુનાસર ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પદ્માવત ફિલ્મના વિરોધમાં 21 જાન્યુઆરીએ સવારથી કડીના રાજપુર નજીક મોટી સંખ્યામાં ભેગા થયેલા ટોળાએ હાઇવે પર ટાયર સળગાવી વાતાવરણ તંગ બનાવ્યું હતું. દરમિયાન દોઢસોથી વધુના ટોળાએ રાજપુરથી ચાંદરડા જતા હાઇવે પર ખોડીયાર હોટલની સામે ફિલ્મના વિરોધમાં એસટી બસને અટકાવી તેના કાચ ફોડીને સળગાવી હતી. જ્યારે બસના ડ્રાઇવર અને મુસાફરો સાથે હાથાપાઇ કરી હતી. આ અંગે નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે અંતર્ગત પીઆઇ એ.બી. ગોહિલે આરોપી વિરમસિંહ ભીખાજી ડાભી, વિજયસિંહ મહેન્દ્રસિંહ ડાભી, રોહિતજી કાળુજી ડાભી, ઓનલસિંહ મહેન્દ્રસિંહ ડાભી,ન વઘણસિંહ વિક્રમસિંહ ડાભી, નિકુલસિંહ દિપાજી ડાભી અને અજીતસિંહ છગનજી ડાભી (તમામ રહે.રાજપુર પરા)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

X
બસ સળગાવવાના કેસમાં રાજપુરના 7 જણાની ધરપકડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App