ટીબી રોડ પરથી 1 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

ટીબી રોડ પરથી 1 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:20 AM IST
શહેરના ટીબી રોડ પર આવેલા આરંભ ફ્લેટ નજીક પાર્ક કરેલી સેવરોલેટ ટાવેરા ગાડીમાંથી બી ડિવિજન પોલીસે રૂ.1.05 લાખનો વિદેશીદારૂ ઝડપ્યો હતો. જોકે, બુટલેગર કનુ ઠાકોર ભાગી ગયો હતો. પોલીસે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

બી ડિવિજન પીઆઇ ગોસ્વામીને ટીબી રોડ પર આવેલા આરંભ ફ્લેટની આગળ જાહેર રોડ પર કનુ વિહાજી ઠાકોર વિદેશીદારૂ ભરેલી ગાડી લઇને ઉભો હોવાની બાતમી મળતાં તેમણે પીએસઆઇ બી.બી.ડાભાણી, હે.કો. યોગેશભારથી સહિત સ્ટાફ સાથે શનિવારે સાંજે રેડ કરી હતી. પોલીસે આ સ્થળે પડેલ સફેદ કલરની સેવરોલેટ ટાવેરા ગાડીમાં તપાસ કરતાં રૂ.14,400ની કિંમતના 144 બિયર ટીન અને રૂ.90,600ની કિંમતની વિદેશી દારૂની 414 બોટલો મળી કુલ રૂ.1.05 લાખના દારૂ તેમજ રૂ.1.50 લાખની ગાડી કબજે લીધી હતી. જ્યારે કનુ ઠાકોર નાસી ગયો હતો.

X
ટીબી રોડ પરથી 1 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી