• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • દિવાળીપહેલા અને પછી નોધટબંધી મળી મહિનાથી ઠપ્પ રીયલએસ્ટેટના રહેણાક

દિવાળીપહેલા અને પછી નોધટબંધી મળી મહિનાથી ઠપ્પ રીયલએસ્ટેટના રહેણાક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવાળીપહેલા અને પછી નોધટબંધી મળી મહિનાથી ઠપ્પ રીયલએસ્ટેટના રહેણાક અને કોમર્શિયલ સેગમેન્ટમાં છેલ્લા પખવાડીયાથી ખરીદી માટે ઇન્કવાયરીનો ફ્લો વધી રહ્યો છે અને બુકિગ પણ શરૂ થવા લાગ્યા છે. જુના સોદામાં નોટબંધીમાં અટવાયેલા પેમેન્ટો પણ છૂટા થવા લાગ્યા છે.વિવિધ સ્કીમોમાં રોકાણ કરી બેઠેલા ડેવલપર્સ માની રહ્યા છે કે વાતાવરણ આગામી બે મહિનામાં વધુ સારુ બનશે તેવી આશા બંધાઇ છે.

શહેરમાં એકાદ અઠવાડીયામાં બે થી ત્રણ સાઇટમાં કેટલાક મકાન બુકિગ થયા છે.જોકે રહેણાક કરતા કોમર્શીયલ સેગમેન્ટમાં ઇન્કવાયરી હજુ ધીમા પગલે છે.

ખાસ કરીને ઉચ્ચ મધ્યમવર્ગ કે જે મકાનની રીયલ જરૂરીયાત ધરાવે છે તેવા રૂા.25 લાખ આસપાસના મકાનની ઇન્કવાયરીમાં વધુ આવી રહ્યાનું ડેવલપર્સ સુત્રોએ જણાવ્યુ હતું. બિલ્ડર ભરતભાઇ પટેલ ,હિતેશભાઇ પટેલે કહ્યુ કે, રીયલ એસ્ટેટ માર્કેટમાં બે મહિનામાં કોઇ પૂછવા આવતુ નહિ ,હવે ઇન્કવાયરી થવા લાગી છે. જરૂરીયાતમંદ વર્ગ માર્કેટમાં આવે છે,એટલે માર્કેટમાં વધુ સુધારો આવશે.

અન્ય સમાચારો પણ છે...