તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા ડેપો પાસે નડતરૂપ ડિવાઈડર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવિનએસ.ટી. ડેપોના મુખ્ય ગેટથી બહારનું નડતરરૂપ ડિવાઇડર છેલ્લા કેટલાય સમયથી અકસ્માતનું નિમિત બની શકે તેવો ભય સેવાઇ રહ્યો છે. કારણ કે ડેપોમાંથી બહાર આવતી બસો હાઇવે પર જવા માટે જે સ્થળે વળાંક લે છે તેની સામે ડિવાઇડર આવેલું છે. એમાંય બસ ચાલકને વળાંક લેતી વેળાએ ઓછી જગ્યા મળતાં કેટલીક વાર બસ ડિવાઇડર ઉપર ચડી જાય છે. જેને લઇ ડિવાઇડરનો આગળનો મસમોટો ભાગ તુટી ગયો છે. બીજી બાજુ બસને વળાંક લેતા ઓછી પડતી જગ્યાને કારણે સર્વિસ રોડ પરથી આવતાં-જતા અન્ય ખાનગી વાહનો પણ ઘણીવાર બસની આમને-સામને આવી જાય છે અને થોડા સમય માટે ટ્રાફિક જામ થતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...