તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • વાવમાં આડા સંબધો અને બદનામી મામલે છરીઓ ઉછળી: બે ને ઇજા

વાવમાં આડા સંબધો અને બદનામી મામલે છરીઓ ઉછળી: બે ને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણાનાવાવ ગામમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં અલ્પેશભાઇ ચૌહાણના ઘર આગળ આવેલા નરેશભાઇ ચૌહાણે કહ્યુ કેત તુ મને કેમ બદનામ કરે છે. તેથી અલ્પેશભાઇએ સામે કહ્યુ કે, તમે મારી ભાભી સાથે કેમ આડા સંબધો રાખો છો તેને લઇને ઉશ્કેરાયેલા નરેશભાઇ ચોહાણે અન્ય શખ્સોની મદદથી છરી ઉગામતા અલ્પેશભાઇને ઇજા થઇ હતી. જ્યારે વચ્ચે પડતા રાહુલભાઇ ગણેશભાઇને છરી મારી ઇજાઓ કરી હતી. બનાવ અંગે વાવ પંચવટીની સામે રહેતા અલ્પેશભાઇ ધનજીભાઇ ચૌહાણે સતલાસણા પોલીસ સ્ટેશનમાં વાવના નરેશભાઇ સોમાભાઇ ચૌહાણ, કીરીટભાઇ સોમાભાઇ ચૌહાણ, સોમાભાઇ માંણકાભાઇ ચૌહાણ અને રમીલાબેન કીરીટભાઇ ચૌહાણ વિરુધ્ધ ફરીયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...