તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ન્યૂઝ| મહેસાણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ| મહેસાણા

મહેસાણાસિવિલ હોસ્પિટલ સંકુલમાં બલોલના યુવાન કેતન પટેલના અપમૃત્યુમાં ન્યાયની ઝંખનાએ પરિવાર સાથે પાટીદારો પાંચ દિવસથી ઉપવાર છાવણીમાં બેઠા છે. જ્યાં રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આગેવાનો, પાટીદારોનો મુલાકાત અર્થે દિવસ દરમ્યાન સતત ઘસારો રહેતો હોઇ અહિયા પ્યાસ બુઝાવવા 20 લીટર પાણીના 30 જેટલા કેરબા મૂકવામાં આવ્યા છે. અસહ્ય ઉકળાટ અને બફારામાં અહિયા આવતા મુલાકાતીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ રહેતો હોઇ દરોરોજ ત્રણેક ટ્રીપમાં પાટીદાર કાર્યકરો દ્વારા પાણીના કેરબાની વ્યવસ્થા કરાઇ છે.જેમાં રોજના પાણીના અંદાજે 90 કેરબાની ખપત રહેતી હોઇ ઉનાળાની ગરમીમાં રોજ 1800 લીટર પીવાના પાણીનો વપરાશ થાય છે.શનિવારે સવારે પાણી ખૂટી પડતા ઠંડા પાણીના પાઉચની વ્યવસ્થા કરાઇ હતી.

સિવિલની ઉપવાસી છાવણીમાં 1800 લીટર પાણીનો વપરાશ

અન્ય સમાચારો પણ છે...