તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા સબજેલમાં નકલી નોટના આરોપીનું ડાયાબિટીસ વધી જતાં દવાખાને ખસેડાયો

મહેસાણા સબજેલમાં નકલી નોટના આરોપીનું ડાયાબિટીસ વધી જતાં દવાખાને ખસેડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાસબજેલની બેરેકમાં રહેલા ડુપ્લીકેટ નોટ પ્રકરણના આરોપીને રાત્રે ખંજવાળ અને અાંખોમાં તકલીફ થતા થાળી વગાડી અને પ્રશાસનને ખબર પડતા તરત જેલર દ્વારા તેમને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબે તપાસ કરતા આરોપીનું ડાયાબીટીસ 347 થઇ જતા તબીયતને અસર થયાનું જણાયુ હતું.

ડુપ્લેકેટ નોટોમાં પકડાયેલ ઉનાવાના મહમંદ રઉફ મીયા મજુંરમીયા સૈયદની ગતરાત્રે સબજેલના બેરેકમાં એકદમ તબીયત બગડતા તેમણે થાળી વગાડી હતી.જેના અવાજથી જેલર બહાદુરસિહ ઝાલાએ ત્યાં દોડી જઇને આરોપની તબીયત બરોબર લાગતા તરત તેમને સારવારઅર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ડાયાબીટીસ તપાસતા 347 આવ્યુ હતું. અત્રે તાજેતરમાં બલોલના કેતન પટેલના કસ્ટોડીયલ ડેથ પછી આવો બનાવ બને તેની તકેદારીના ભાગરૂપે આરોપીને સારવાર અર્થે ત્વરીત હોસ્પિટલ પહોચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...