તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પહેલા પીએમમાં 4 ડોક્ટરોને 39 ઇજા કેમ દેખાઇ, ખોટો રિપોર્ટ કેમ બનાવ્યો? માંગુકિયા

પહેલા પીએમમાં 4 ડોક્ટરોને 39 ઇજા કેમ દેખાઇ, ખોટો રિપોર્ટ કેમ બનાવ્યો? માંગુકિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલ્ડરૂમની બહાર પોલીસપહેરો

મહેસાણાતાલુકાના બલોલ ગામના પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં રવિવારે પાટીદાર અગ્રણી એવા સિનિયર વકીલ બાબુ માંગુકિયાએ તંત્ર સામે સવાલો ખડા કરતાં જણાવ્યું કે, પ્રથમ વખત પોસ્ટમોર્ટમમાં 4 અનુભવી ર્ડાક્ટરોને 39 ઇજા દેખાઇ, કોની નજરે તે દેખતા હતા ω. પહેલા પોસ્ટમોર્ટમમાં 54ની જગ્યાએ 39 ઇજાઓ જુએ તે કોના કહેવાથી કોને બચાવવા રિપોર્ટ કરાયો ω. પ્રશાસન સામે ઉઠાવાયેલા સવાલોથી ખળભળાટ મચી ગયો છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બાબુભાઇ માંગુકિયાએ કહ્યું કે, પહેલા પોસ્ટમોર્ટમનું વજુદ અને કારણ આપો, કોના કહેવાથી, કોને બચાવવા ખોટી રીતે પીએમ રિપોર્ટ બનાવ્યો, તે જાહેર કરો. પ્રથમ અને રી-પોસ્ટમોર્ટમ બંનેની વીડિયો સીડી માંગી છે. સોમવારે સવારે 11 વાગે મળશે, ફોરેન્સિક એકક્ષ્પર્ટ પાસે અભ્યાસ કરાવીને સાંજે ફરિયાદ કરીશું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોટાભાગે ખોટો થાય. ર્ડાક્ટર પાસે ખોટું કરાવાયું હોવાની આશંકા વ્યકત કરી હતી.

કેસનોચાર્જ આર. બી. બ્રહ્મભટ્ટને સોંપાયો

ઉલ્લેખનિયછે કે, એડી. ડીજી જે. કે. ભટ્ટની જગ્યાએ ચાર્જ આર. બી. બ્રહ્મભટ્ટને સોંપાયો છે. શનિવારે મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલ અને વકીલ માંગુકિયા દ્વારા જે.કે. ભટ્ટને કેસમાંથી દૂર રાખવા અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ હતી.

કેતન પટેલના મૃતદેહને જ્યાં રાખવામાં આવ્યો છે તે મહેસાણા સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમની બહાર રાઉન્ડ ધી ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તસવીર- પ્રમોદ શાહ

ડોક્ટરોએ કોની નજરે જોયું હતું, કોને બચાવવા આવું કર્યું ? સણસણતા સવાલ પૂછાયા

સિવિલ સંકુલમાં રવિવારે પણ ધમધમાટ : પાસ, એસપીજી, કોંગ્રેસ અને એનસીપી નેતાઓની મુલાકાત

{ સવારે 9.30 વાગ્યે અમદાવાદથી ર્ડા.જીતુભાઇ પટેલ મુલાકાતે આવ્યા

{ 9.50 વાગ્યે ધારાસભ્ય પીઆઇ પટેલની તબિયત લથડી.

{ 12 વાગ્યે પાટણવાડા ગજ્જર સુથાર સમાજ મહેસાણાના આગેવાનોએ મૃતકના પરિવારને લેખિત શોકસંદેશો પાઠવ્યો.

{ 12.30 વાગ્યે એસપીજીના પ્રદેશ પ્રમુખ નીમીષા પટેલ, 2 વાગ્યે વડનગર પ્રમુખ મુલાકાતે.

{ 3 વાગ્યે શંકરસિહ વાઘેલા, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિત આગેવાનોએ મુલાકાત લીધી.

{ 5 વાગ્યે બહુચરાજી પાટીદાર આગેવાન કિરીટ પટેલ મુલાકાતે.

{ 5.15 વાગ્યે એનસીપીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ, પ્રદેશ પ્રમુખ જયંત બોકસીએ મુલાકાત લીધી.

અન્ય સમાચારો પણ છે...