તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીબીઆઇ તપાસની માંગ કરી છે : શંકરસિંહ વાઘેલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલોલનાકેતન પટેલ અપમૃત્યુ પ્રકરણમાં રવિવારે પ્રદેશ કોંગ્રેસ ડેલીગેશન સાથે રાજ્યપાલની મુલાકાત લીધા બાદ મહેસાણા સિવિલમાં મૃતકના પરિવારને સાંત્વના પાઠવવા આવેલા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કસ્ટોડિયલ ડેથમાં રાજ્યપાલ પાસે સીબીઆઇ ઇન્કવાયરીની માંગ કરી છે. રી-પોસ્ટમોર્ટમ રિપોર્ટ આંખો ખોલી નાંખે તેવો છે, સરકારે આવું કરવું જોઇએ. સરકાર રાજકારણ લાવ્યા વગર કેસમાં ઉકેલ લાવે અને સહકાર આપે, નહીં તો પાટીદાર સહિત સમાજોની અમાનવીય કૃત્ય સામેની લડત છે.

મહેસાણા સિવિલમાં રવિવારે બપોરે 3 વાગે શંકરસિંહ વાઘેલાએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. ઉપવાસમાં તબિયત લથડતા સારવાર હેઠળ ત્રણેની સાથે પરામર્શ કર્યો હતો. એક કલાકના રોકાણ દરમિયાન ઉપવાસી છાવણીમાં પાટીદારોને સંબોધન કર્યુ હતું. વાઘેલાએ જણાવ્યું કે, કેસ સંદર્ભે બાબુભાઇ માંગુકિયા, સાંસદ જગદીશભાઇએ તાર્કિક રીતે રાજ્યપાલ સમક્ષ વાત કરી છે. નિર્દોષને કસ્ટડીમાં મારી નાંખવો હત્યા કહેવાય. ગુજરાતમાં ઘણા કસ્ટોડિયલ ડેથ થયાં છે, જેમાં છેલ્લું તણખલું અસહ્ય બની ગયું. અમાનવીય ઘટના છે, જે બહાર આવી છે. ગુજરાતમાં ઘણી બને છે, જે બહાર પણ આવતી નથી. પાંચ દિવસ પછી ન્યાય આવી જવો જોઇએ. જસ્ટીસમાં વિલંબ અન્યાય બરાબર છે. અત્રે શંકરસિંહ સાથે ર્ડા. જીતુભાઇ પટેલ, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ અને પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શંકરસિંહ અને જગદીશ ઠાકોરે મૃતકના પરિવારને સાંત્વના આપી હતી.

રી-પોસ્ટમોર્ટમ રિપોર્ટ આંખો ખોલી નાંખે તેવો છે, કોંગ્રેસી નેતા મૃતકના પરિવારને મળ્યા

અન્ય સમાચારો પણ છે...