બહુચર માતાજીની પરંપરાગત સવારી શંખલપુર જવા નીકળી

બહુચરાજી : ચૈત્રી પૂનમ નિમિત્તે શનિવારે રાત્રે 9 વાગે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરની પરંપરાગત સવારી બહુચરાજી...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:15 AM
બહુચર માતાજીની પરંપરાગત સવારી શંખલપુર જવા નીકળી
બહુચરાજી : ચૈત્રી પૂનમ નિમિત્તે શનિવારે રાત્રે 9 વાગે બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરની પરંપરાગત સવારી બહુચરાજી નીજ મંદિરથી નીકળી શંખલપુર સ્થિત ટોડા બહુચર માતાજીના મંદિરે જવા પ્રસ્થાન કર્યું તે સમયે સ્તાનિક પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઇ હતી. આ પરંપરા ગાયકવાડ રાજ્યાસનથી ચાલી આવે છે. માતાજીની સવારીમાં હજારો ભક્તોએ જોડાઇ બોલ માડી બહુચર જય જય બહુચરના જયઘોષથી વાતાવરણ ગજવી મૂક્યું હતું. સવારી શંખલપુર ગામે પહોંચતાં ગ્રામજનો અને ટોડા ટ્રસ્ટ દ્વારા ફટાકડાની આતશબાજી અને ડીજે સાથે ભવ્ય સામૈયું કરાયું હતું. અહીં બંને માતાજીની પૂજાવિધિ બાદ માતાજીની સવારી શંખલપુરના રાજમાર્ગ પરથી પસાર થઇ મોડીરાતે બહુચરાજી નીજમંદિરે પરત ફરી હતી. તસવીર - ભાસ્કર

X
બહુચર માતાજીની પરંપરાગત સવારી શંખલપુર જવા નીકળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App