Home » Uttar Gujarat » Latest News » Mehsana » મહેસાણા સિવિલ હોસ્પિટલના વોર્ડોમાં ટીવી તો છે પણ કેબલ કનેકશન જ નથી

મહેસાણા સિવિલ હોસ્પિટલના વોર્ડોમાં ટીવી તો છે પણ કેબલ કનેકશન જ નથી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:15 AM

જાણીને નવાઇ લાગશે કે, મહેસાણા સિવિલના તમામ વોર્ડોમાં ટીવી લાગ્યા ત્યાંરથી બંધ હાલતમાં છે. છેલ્લા પાંચ વર્ષથી...

  • મહેસાણા સિવિલ હોસ્પિટલના વોર્ડોમાં ટીવી તો છે પણ કેબલ કનેકશન જ નથી
    જાણીને નવાઇ લાગશે કે, મહેસાણા સિવિલના તમામ વોર્ડોમાં ટીવી લાગ્યા ત્યાંરથી બંધ હાલતમાં છે. છેલ્લા પાંચ વર્ષથી ટીવીનું કનેકશન ના અપાતાં તે બંધ છે, જ્યારે દર્દીઓ અને તેમના સગાઓને બંધ ટીવી જોઇને મન મનાવી રહ્યા છે.

    મહેસાણા સિવિલના કોઇ પણ વોર્ડમાં કે સ્પેશિયલ રૂમમાં પ્રવેશતા જ તમને ટીવી જોવા મળે. પરંતુ અહી લગાવેલા ટીવી કનેકશન લીધા વિના માત્ર નામના જ બની રહ્યા છે. સિવિલ સર્જને દાતાની મદદથી તમામ વોર્ડોમાં 7 જેટલા ટીવી મૂકાવ્યા હતા. પરંતુ આ ટીવી જ્યારથી લાગ્યા છે ત્યારથી બંધ હાલતમાં છે. વોર્ડમાં સારવાર લેતા દર્દીઓ અને તેમના સગાઓએ બીમારીને કારણે જ્યારે હોસ્પિટલના બિછાણે હોઇએ ત્યારે સમય પસાર કરવા ટીવી એક માધ્યમ છે પરંતુ ટીવી ચાલતુ જ નથી તો શું કરવાનું તેવો સવાલ કર્યો હતો. બીજીબાજુ સિવિલ સત્તાવાળાઓના કહેવા મુજબ, ડોનેશન પર ટીવી લાવ્યા, પરંતુ ડીસ કે કેબલ કનેકશન માટે નાણાં ક્યાંથી લાવવા. પરંતુ હવે દર્દીનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવા પ્રયાસ કરીશું.

    દર્દીઓને મુદ્દો હોઇ ગ્રાન્ટમાંથી નાણાં ફાળવીશું : સિવિલ સૂત્રો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ