• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • મનરેગા યોજનામાં રોજગારી આપવામાં ઊંઝા અને મહેસાણા તાલુકો જિલ્લામાં સૌથી પાછળ

મનરેગા યોજનામાં રોજગારી આપવામાં ઊંઝા અને મહેસાણા તાલુકો જિલ્લામાં સૌથી પાછળ

મનરેગામાં ચાલતા કામોમાં દૈનિક મજૂરી પેટે રૂ.192 ચૂકવાય છે. જેની સામે ઇન્ડસ્ટ્રીઝ અને ખેતીમાં મજૂરી વધુ મળતી હોઇ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:15 AM
મનરેગા યોજનામાં રોજગારી આપવામાં ઊંઝા અને મહેસાણા તાલુકો જિલ્લામાં સૌથી પાછળ
મનરેગામાં ચાલતા કામોમાં દૈનિક મજૂરી પેટે રૂ.192 ચૂકવાય છે. જેની સામે ઇન્ડસ્ટ્રીઝ અને ખેતીમાં મજૂરી વધુ મળતી હોઇ મનરેગાના કામોમાં કોઇ મજૂરીએ આવવા તૈયાર થતું નથી. જેના કારણે જિલ્લામાં માનવદિન રોજગારી લક્ષાંક સિદ્ધ થઇ શક્યો નથી. જિલ્લામાં 11.75 લાખ માનવદિન રોજગારીના લક્ષાંક સામે અત્યાર સુધી 9.73 લાખ માનવદિન રોજગારી આપી શકાઇ છે. એટલે કે લક્ષાંક કરતાં બે લાખ માનવદિન રોજગારી ઓછી રહી છે. ઊંઝા અને મહેસાણા તાલુકો માનવદિન રોજગારીમાં સૌથી પાછળ રહ્યો છે. ડીડીઓની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠકમાં કરાયેલા કામોની સમીક્ષામાં આ બાબત બહાર આવી હતી.

જિલ્લામાં મનરેગા યોજનાના વાર્ષિક લેબર બજેટમાં રૂ.28.56 કરોડની જોગવાઇ સામે જાન્યુઆરી સુધીમાં રૂ.18.74 કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરાયું હતું. ઊંઝામાં માત્ર 40.30 ટકા અને મહેસાણા તાલુકામાં 55.74 ટકા માનવદિન રોજગારી અપાઇ છે. મનરેગા જિલ્લા મેનેજર દીપક સુથારે કહ્યું કે, માનવદિન રોજગારી કામગીરીમાં અત્યાર સુધીમાં કુલ 83.09 ટકા રોજગારી અપાઇ છે.

માનવદિન રોજગારી સિદ્ધિ

તાલુકો ટકા

બહુચરાજી 78.93

જોટાણા 64.94

કડી 61.19

ખેરાલુ 74.19

મહેસાણા 55.74

તાલુકો ટકા

સતલાસણા 111.91

ઊંઝા 40.30

વડનગર 104.60

વિજાપુર 94.66

વિસનગર 157.27

તાલુકો ટકા

બહુચરાજી 78.93

જોટાણા 64.94

કડી 61.19

ખેરાલુ 74.19

મહેસાણા 55.74

તાલુકો ટકા

સતલાસણા 111.91

ઊંઝા 40.30

વડનગર 104.60

વિજાપુર 94.66

વિસનગર 157.27

X
મનરેગા યોજનામાં રોજગારી આપવામાં ઊંઝા અને મહેસાણા તાલુકો જિલ્લામાં સૌથી પાછળ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App