તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • અજાણી યુવતીની ઓળખ મામલે મહેસાણાની પોલીસ ગોટે ચઢી !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજાણી યુવતીની ઓળખ મામલે મહેસાણાની પોલીસ ગોટે ચઢી !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મારેસાધ્વીજી બનવું હતું પરંતુ બની શકી નથી, મારો ભાઇ મને લેવા આવશે....આ શબ્દો છે શહેર ડીવીજન પોલીસ મથકની બે દિવસથી મહેમાન બનેલી યુવતીના.જૈન પરિવારની હોવાની ઓળખ આપતી અને ફાંકડુ અગ્રેજી બોલતી યુવતીએ આપેલા સરનામા તપાસ દરમિયાન ખોટા હોવાનું ખુલતા પોલીસ પણ મુંઝાઇ છે. યુવતીના મામલે વિસામણમા મુકાયેલી પોલીસે તેની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.

શહેરના તોરણવાળીમાતાના ચોકમાંથી બે દિવસ પૂર્વે રાત્રી 10.30 કલાકે યુવાનો વચ્ચે ઘેરાયેલી 30 વર્ષની યુવતીને નગરસેવક સંજય બારોટ શહેર ડીવીજન પોલીસ મથક લઇ ગયા હતાં. યુવતીએ પોતે બરોડા એસટી ડેપો નજીક આવેલી નવજીવન સોસાયટીમા રહેતી હોવાની ઓળખ આપી હતી પરંતુ તેણે બતાવેલા સરનામે કોઇ રહેતુ હોવાનું તેમજ તેણે આપેલા મોબાઇલ નંબરો મુંબઇના હોવાનું ખુલતા પોલીસ ગૂંચવાઇ છે. માથે મુંડન કરાયેલી યુવતી મહારાજ સાહેબના પ્રવચનો સાંભળીને સાધ્વી બનવાની ઇચ્છા હોવાની વાતો કરતી હોઇ પોલીસે જૈન સમાજના આગેવાનો દિનેશભાઇ શાહ સહિતને સાથે રાખી યુવતીની ઓળખ મેળવવા પ્રયાસ કર્યો છે. યુવતીની જમવાની અને રહેવાની સગવડ શહેર પીઆઇ સિસોદિયાએ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો