તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાની સાર્વજનિક શાળાની બહાર રોમિયોની રંજાડ,પોલીસે વાલીઓને બોલાવીને જાણ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાની સાર્વજનિક શાળાની બહાર રોમિયોની રંજાડ,પોલીસે વાલીઓને બોલાવીને જાણ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાશહેરની સાર્વજનિક શાળાની બહાર વિદ્યાર્થિનીઓની છેડતી અને પીછો કરતા બે દિવસ દરમિયાન ઝડપાયેલા 12 રોડ રોમિયોના વાલીઓ બોલાવી મહિલા પોલીસે માફીપત્રક લખાવતા અન્ય રોમિયોમા ફફડાટ પ્રસર્યો છે .

શહેરની શાળાઓ બહાર રોમિયોગીરી કરી વિદ્યાર્થિનીઓને પરેશાન કરતા યુવકોને ઝડપી લેવા મહિલા પોલીસે બે દિવસ માટે શાળાની બહાર રોડ રોમીયોને ઝડપી લેવા ઝુંબેશ હાથ ધરી હતી.જેમાં શહેરની સાર્વજનિક શાળાની બહાર વિદ્યાર્થિનીઓનો પીછો કરી પરેશાન કરતા 12 રોમિયો ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ ભગીબેનના હાથે ચઢી જતા તમામને મહિલા પોલીસ મથક લઇ વાયા હતા.અહી પોલીસે તમામ યુવકોના વાલીઓને પોલીસ સ્ટેશન બોલાવી તેમની હરકતોથી માહિતગાર કર્યા હતા.સાથોસાથ હવે પછી વિદ્યાર્થીનિઓ કે પછી કોઇ પણ યુવતીનો પીછો કે મશ્કરી નહી કરે તેવો બાહેધરીપત્ર પણ લખાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો