તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સુરત કાર્યક્રમમાં જતા પાસના આગેવાનોને પોલીસે અટકાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત કાર્યક્રમમાં જતા પાસના આગેવાનોને પોલીસે અટકાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંગુરુવારે યોજાયલા પાટીદાર સન્માન સમારંભ પૂર્વે પાટીદાર આગેવાનો પર નજર જમાવીને બેઠેલ પોલીસે પાસના ઉત્તર ગુજરાતના કન્વીનર સુરેશ પટેલ,નરેન્દ્ર પટેલ સહિતના અડધો ડઝન પાટીદાર આગેવાનોની અટકાયત કરી મુક્ત કર્યા હતા.મહેસાણા જિલ્લાના પાટીદાર આગેવાનો પર આઇબીએ પણ વોચ વધારી હતી.

સુરતમાં ગુરુવારે આયોજીત રાજશ્રી પાટીદાર સન્માન સમારંભમાં પાસ સહિતના પાટીદાર આગેવાનો વિરોધ કરવા સંબધે મળેલી માહિતીને આધારે મહેસાણા એસઓજી તેમજ જિલ્લાની સ્થાનીક પોલીસે પાટીદાર આગેવાનોની શોધખોળ હાથ ધરી હતી.જેમાં કાર્યક્રમની પૂર્વ રાત્રીએ નંદાસણ પોલીસ દ્વારા પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ,નવનિત પટેલ,ધાર્મિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે મહેસાણા એસઓજીએ પાસના ઉત્તર ગુજરાતના કન્વીનર સુરેશ પટેલ સહિત 5 પાટીદાર આગેવાનોને ડિટેઇન બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો